Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 439
________________ અજોડ મેવાડ ૩૬૭ પરિસ્થિતી જોતાં ગુરૂદેવના હૃદયને મહા આગાધ લાગે. મન સાથે અભિગ્રહ ધાર્યો અને ચિત્તોડને તેમજ મેવાડને ઉદ્ધાર કરવા નિશ્ચય કર્યો મેવાડના ગામડે ગામડે મક્કાઈને રોટલો ખાઈ વિહાર કરી પોતાની આત્માશ્રદ્ધાથી તેમજ ભાવનાથી જ પ્રભુના ભરૂસા ઉપર પ્રચાર કાર્ય ચાલુ કર્યું ભીલવાડા પાસે આવેલા પુર ગામમાં જન મંદિરોની પ્રતિષ્ઠા કરાવી. બાળકો બાળીકાઓને ધામીક ભણાવવા, માટે ગામોગામ પાઠશાળાઓ ખોલાવી, અને પોતાના ભકતેને ઉપદેશ આપી, તે ભક્તો દ્વારા ચિત્તોડ તેમજ મેવાડના ઉદ્ધારની શરૂઆત કરાવી અને ગુરૂદેવની આજ્ઞાનુસાર ઘણા ગૃહસ્થોએ ચિત્તોડ તેમજ મેવાડના ઉદ્ધારના માટે લાખ રૂપીયાની ઉદારતા બતાવી અને કામની શરૂઆત કરી સંવત ૧૯૮ મહા મહિનામાં ચિત્તોડના મંદિરની પ્રતિષ્ઠાનું મુહંત હતું. ગુરૂદેવની તબીયત નરમ હોવા છતાં એકજ તમન્ના હતી કે મારા ચિત્તોડને ઉદ્ધ ૨ કેમ જલદી થાય અને શાશનની સેવા બજાવું એજ ભાવનાથી વિહાર કરતાં કરતાં એક લીંગજી પધાર્યા તે વખતે શરીર ઘણુંજ નબળું પડયું શકિત ઘટતી ગઈ વૃદ્ધ ઉંમર હોવા છતાં ઉત્સાહ એ હતું કે ભલભલા યુવાનને પણ શરમાવે, પરંતુ કુદરત ગુરૂદેવ માટે પ્રતિકુલ હતી. તેની ઈરછા કઈ જુદીજ જણાતી હતી આખરે ગુરૂદેવ પ્રભુ સ્મરણ કરતાં કરતાં સં ૧૯૮ના પોષ વદી ૩ ત્રીજના રોજ કાળના પંજામાં સપડાયા અને મનની વાત મનમાં રહી. અને ગુરૂદેવ પ્રતિષ્ઠા ઉપર ન જઈ શકયા પરંતુ તેઓએ અંતિમ અવસ્થા વખતે ચેખા શબ્દોમાં કહેલું કે મારું ગમે તે થાય તે પણ તમે પ્રતિષ્ઠા બંધ ન રાખશે આખરે ગુરૂદેવના વચનપર વિશ્વાસ રાખી આવેલા ભકતએ અને ભાવિકેએ ૨ડતા હદયે ચિત્તોડના મંદિરની પ્રતિષ્ઠા કરી, અને તે પ્રતિષ્ઠા વખતે શેઠ ભગુભાઈ ચુનિલાલ સુતરીયા તથા શેઠ ત્રીકમભાઈ મગનલાલ સુતરીયા તથા શેઠ મોતીલાલજી વેરા તથા અંબાલાલ દોશી શેઠ સનલાલજી ચતુર વિગેરે ઘણા સંભાવિત ગૃહસ્થાએ પિતાની લક્ષમીને સદ પયાગ કર્યો અને શાસનની શોભા વધારી હતી આજે એ સ્વર્ગવાસી ગુરૂદેવને આત્મા સ્વર્ગમાં બિરાજમાન હોવા છતાં પોતાની ભાવના જે ચિત્તોડ માટે હતી. તેજ ભાવના હજુ પણ એની એજ છે, સ્વર્ગવાસ ગુરૂદેવના, સુ શિખ્યા, ગુરૂદેવની અંતિમ ઈચ્છા પૂરી કરી ગુરૂદેવના નામને દીપાવશે. એ ભાવના તે હરકેઈ જન તે બાલક રાખી શકે અને ગુરૂદેવના જે શિષ્યો છે તે પણ ગુજરાત કાઠીયાવાડને મોહ છોડી, આ કાંટાળ અને પ્રહાડી પ્રદેશમાં વિહાર કરી, અજ્ઞાન આત્માઓમાં જ્ઞાનનું સિંચન કરે, અને શોભા વધારી ગુરૂદેવનું રૂણ અદા કરે, શાસન દેવ ગુરૂદેવના સંઘાડાના સર્વ આચાર્યો. પંન્યાસો, મુનીમહારાજે, વિગેરેમાં મેવાડનો ઉદ્ધાર કરવાની પ્રેરણા કરે. અને શાસન ને દીપાવવા માટે કાર્યને પોતાનું સમજી પુરૂ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480