Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 449
________________ મેવાડની પંચતીથી ચિત્તોડથી સાત માઈલ ઉત્તર તરફ નગરી નામનું એક પ્રાચીન સ્થાન છે. એ સ્થાનમાંથી પડી ગયેલા પત્થર તથા ત્યાંથી મળી આવેલા શિલાલેખે તથા પુરાના સિક્કાઓના આધારથી રાયબહાદુર પંડિત ગૌરીશંકર ઓઝા આ નગરીનું અનુમાન કરે છે. અને એમનું તે ત્યાં સુધી માનવું છે કે એ નગરીનું પ્રાચીન નામ મધ્યમિકા હોવું જોઈએ. કારણ કે અજમેર જીલ્લાના વલીના મના ગામમાંથી વીર સં. ૮૪ ના શિલાલેખમાં મધ્યમિકાને ઉલેખ આવે છે. મધ્યમિકા ઘણી પ્રાચીન હતી. તે નગરીમાં પણ તે જમાનામાં વાણાં ને મંદિર હતા એમ અનુમાન થાય છે. આજે ચિત્તોડથી સાત માઈલ ઉત્તર દિશાએ પુરાણ હાલતમાં પત્થરો અને મંદિર જોતાં જૈન મંદિર હોય તેવી ખાત્રી થાય છે. પંચતીથીનું પહેલું તીર્થ શ્રી કેશરીયાજી રાષભદેવ ભગવાનનું વિશાળ મંદિર છે. તે લગભગ ઉદયપુરથી ચાલીસ માઈલ દૂર આવેલું છે. અને તે ચમત્કારી પ્રતિમાની પ્રતિષ્ટા એટલી વધી છે કે દરેક કામ તે પ્રભુના ચરણુ કમલની સેવા કરી જીવનને ધન્ય માને છે. ૨ કરેડા બાવન જીનાલયની દેવીની પાટ પર જે શિલાલેખ છે. તે કપડાને કહેવાય છે. આ તમામ લેખમાંથી પ્રાચીન લેખ ૧૦૩૯ વીર સંવતને છે. બીજે લખ ચૌદમી અને પંદરમી શતાબ્દીને છે. સં. ૧૦૩૯ ના લેખમાં એ બતાવ્યું છે કે કારક ગયિ શ્રી યશોભદ્રસૂરિજીએ પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કરી છે. તેથી સાબીત થાય છે કે કરોડાનું તીર્થ એક પ્રાચીન તીર્થ છે. આ સિવાય બીજો શિલાલેખ સં. ૧૪લ્મ ના જેક્ટ શુકલ ત્રિીજને બુધવારનો છે. તેમાં પણ કરડાનો ઉલ્લેખ આવે છે. તેની હકીકત નીચે પ્રમાણે છે. ઉકેશ વંશીય નહાર ગાત્રીય એક કુટુંબને પાશ્વનાથના મંદિરમાં વિમલનાથની ટેવકુલીકા બનાવી જેને પ્રતિષ્ટા ખરતરગચ્છીય જનસાગરસૂરિજીને કરાવી છે. આ સિવાય પણ એક બે હકીકત જાણવા જેવી છે. રંગ મંડપના ઉપરના ભાગમાં એક તરફ મરિજદને આકાર બનાવવામાં આવ્યો છે. તે બાબતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480