________________
દયાળશાહને કાલે નવ કી નવ લાખકી, કોડ રૂપેરો કામ; રાણે બંધાવ્યે રાજસિંહ, રાજ નગર હૈ ગામ. વહી રાણું રાજસિંહ, વહી શાહ દયાળ;
વણે બંધાયે દેહરે, વણે બંધાઈ પાળ. | વિક્રમ સંવત ૧૮૦૦ રાણા રાજસિંહે કાંકરોલી પાસે રાજનગર નામનું ગામ વસાવ્યું. તે જગા ઉપર રાણા રાજસિંહે લગભગ એક કોડ રૂપીયા ખરચી રાજસાગર બંધાવ્યું. તે તળાવની પાળ પાસે એક મોટા પહાડ ઉપર એક કિલો છે. તે કિલાનું નામ દશાળશાહને કિલ્લે તે નામથી પ્રસિદ્ધ છે.
દયાળશાહ જાતે ઓશવાળ હતા. રાણાના વફાદાર મંત્રી હતા. દયાળશાહના જીવનનું વર્ણન શ્રીમાન પંડિત ગૌરીશંકર ઓઝાએ પિતાના રાજપુતાના ઇતિહાસમાં નીચે મુજબ લખ્યું છે.
એશિવાળ કુળ ભુષણ રયાળશાહે ઉત્તમ પ્રકારની વિરતાભર્યા કામ કર્યા હતાં. તેમને એક કરોડ રૂપીયા ખચી નોમંછલા ગગનસ્પશી જેન મંદિર બનાવ્યું હતું. અને તે મંદિર કાંકરેલી તથા રાજનગરના વચમાં રાજસાગરની પાલની પાસે એક પહાડ પર સુશોભિત છે. અને આજે વર્તમાનયુગમાં તે દયાળશાહના કિલા નામથી પ્રસિદ્ધ છે.
યાત્રા કરનાર દરેકને મારી નમ્ર સૂચના છે. જ્યારે કેસરીયાની યાત્રાએ જાઓ. ત્યારે કરેડા નાગદા (અદબદજી) દેલવાડા તથા દયાલ કિલ્લાની પંચ તીથીના દર્શન અવશ્ય કરી આત્માનું કલ્યાણ કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com