________________ મિવાડના અણગાલ જવાહિર યાને આભલિદાન ચતુર તથા શેઠ મોતીલાલજી વેરાના પ્રયાસથી સત્તાવીસ દહેરીનું મંદિર તેમજ કર્મશાહના મંદિરનો જીર્ણોદ્ધારનું સંપૂર્ણ કામ પુરૂ થઈ ગયું હોવાથી તેનો આ ચાલું શાલમાં પ્રતિષ્ઠા કરવાનું નકકી કરવા સારૂ, તેમજ સ્ટેશન પર યાત્રાળુઓને ઉતરવા સારૂં ધર્મશાળા કરવા માટે તેમજ પ્રતિષ્ઠા કરવાની રજા લેવા માટે શેઠ ભગુભાઈ ચુનીલાલ તથા શેઠ ત્રીકમભાઈ મગનલાલ તથા શેઠ ભોગીલાલ મગનલાલ સુતરીયા તથા શેઠ લાલભાઈ ઉમેદચંદ લઠ્ઠા તથા કવિ ગીલાલ વિગેરે નેકનામદાર શ્રીમંત મહારાણાશ્રી સર લેપાળસિંહજી સાહેબ બહાદુરને મળવા માટે ગયા હતા. નામદાર મહારાણા સાહબ મળ્યા. ઘણી વાતો કરી અને ગુરૂદેવના એ પવિત્ર કાર્યની પ્રશંશા કરી, અને શેઠ ત્રીકમભાઈની તદન અશક્ત તબીયતની પરિસ્થિતિ જોતાં નામદાર મહારાણા સાહેબ બોલ્યા કે ભાઈ આવી તબીયત તમે શી રીતે આવી શક્યા. આખરે મહારાણાશ્રીએ શેઠ ભણુનાઈન કહી કે આ સાલમાં અનાજની પરિસ્થિતિના કારણે પ્રતિષ્ઠા ન કરે તે ઠીક ! આવતા વર્ષે ખુશીથી કરજો. હું મારા રાજ્ય તરફથી તમામ સગવડતા આપીશ. અને આપના પવિત્ર કાર્યમાં મારે સંપૂર્ણ મદદ આપવી તે મારી ફરજ સમજીશ. આખરે મહારાણાશ્રીના વચનનું માન રાખ્યું. અને પ્રતિષ્ઠા બીજા વર્ષ ઉપર મુવી રાખી, પરમપુજ્ય ધરમવિજયજી મહારાજશ્રી પણ મેવાડમાં ગામે ગામ ફરી જાગૃતી લાવવામાં પણ સુંદર ફાળો આપે છે. અને મેવાડના માટે પિતે પ્રયાણ કરી રહ્યા છે. ચિત્તોડના જીર્ણોદ્ધારના કાર્યમાં નેક નામદાર મહારાણાશ્રી 108 શ્રી સર પાળસિંહજી સાહેબ બહાદુરે સારામાં સારો સહકાર આપી ભૂતકાળના ભામાશાહની યાદને તાજી કરી સુંદર લાગણી ધરાવી છે. આ સિવાય રાજ્યના કર્મચારીઓ તેમજ અમલદાર વર્ષે પણ નિઃસ્વાર્થ પણે ચિત્તોડના કાર્ય માટે સુંદર સેવા આપી કાર્યને સંગીન બનાવ્યું છે અને રાજ્યની શોભા વધારી છે. અને ઉદયપુરના ગૃહસ્થોએ પણ ગુરૂદેવના કાર્યને પોતાનું ગણી સેવાને સુંદર ફાળો આપે છે અને આપે છે. પરમાત્મા ગુરૂદેવના શુભ કાર્યને જલી પુરૂં કરવાની જૈન સમાજમાં શક્તિ આપે.. લી. આપનો ભેગીલાલ રતનચંદ રાજકવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com