Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 451
________________ મિવાડની પંચતીર્થી છે કે અગાઉ આ મંદીર કોઈ પણ વખતે તે પાશ્વનાથ અગર નેમિનાથનું મંદીર હશે. કારણ કે પ્રાચીન તીર્થમાળામાં તેમજ ગુર્નાવલીમાં અગાઉ અહીં શ્રી પાર્શ્વનાથ તથા નેમિનાથના મંદીરની હકીકત મળી આવે છે. શ્રી મુનિ સુંદરસૂરિજીએ બનાવેલ ગુર્નાવલીમાં બત્રીસમા લેકમાં જણાવ્યા અનુસાર ખેમાણ રાજાના કુળમાં ઉત્પન્ન થએલ શ્રી સમુદ્રસૂરિજીએ દિગંબરને જીતીને નાગદહ નામનું શ્રી પાર્શ્વનાથનું તીર્થ આપણા કબજે કર્યું હતું શ્રી મુનિ સુંદરસૂરિજીએ બનાવેલ શ્રી પાર્શ્વનાથના સ્તોત્ર ઉપરથી જણાય છે કે આ જગ્યાએ પાર્શ્વનાથનું સમ્મતિરાજાએ બનાવ્યું હતું. શ્રી નેમિનાથ ભગવાનનું નામ શ્રી શીતવિજયજી તથા શ્રી જિનતિલકસૂરિજીએ પિતાની બનાવેલ તીર્થમાળામાં પણ લખ્યું છે. શ્રી સંમતિલકસૂરિ જીએ એક તેત્ર બનાવ્યું છે તેમાં નેમિનાથ ભગવાનનું દેરાસર પેથડશાએ બનાવ્યાને ઉલેખ છે. અત્યારે આ જગ્યાએ શ્રી પાર્શ્વનાથનું કે શ્રી નેમિનાથનું મંદીર નથી. ફક્ત અદબદજી-શાન્તિનાથ ભગવાનનું મંદીર છે. જે આસપાસ બીજા દેરાસરોની શોધખોળ કરવામાં આવે તે જુના વખતનાં ઘણાં શિલાલેખે તેમજ મૂર્તિએ મળી આવે. શ્રી શક્તિનાથ ભગવાનના આ મંદિરની પ્રથમ સેવા પૂજાની વ્યવસ્થા બરાબર ન હતી. પરંતુ હાલ એકલિંગજીમાં જે હાકેમ સાહેબ છે. તેઓએ પોતાના મદદનીશ અધિકારીઓ મારફત તેમજ બીજા પ્રયત્ન મારફત પૂજની ગોઠવણ બરોબર કરી છે. અને ત્યારથી નિયમસર પ્રથા ચાલી આવે છે. ઉદેપુર આવનાર યાત્રાળુઓ અહીં જરુર દર્શન કરે. જવા આવવા માટે પાકી સડક છે તેમજ મેટર-ઘોડાગાડી અગર બળદ ગાદીની વ્યવસ્થા છે. અહીંથી ફક્ત ત્રણ ચાર માઈલ દૂર દેલવાડા તીર્થ છે. દેલવાડા એકલિંગથી ૩-૪ માઈલ છેટે દેલવાડા નામનું ગામ છે. મજકુર ગામમાંથી પ્રાપ્ત થયેલ શિલાલેખ સાથે દેવકુલપાટક નામનું પુસ્તક સવ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજે લખેલ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પુસ્તક ઊપરથી ઘણુંજ જાણવામાં આવ્યું છે. દેલવાડા દર્શન કરવા આવનાર કોઈપણ યાત્રાળ કહી શકે કે આ જગ્યા ઉપર જુના સમયમાં ઘણા દેરાસર હોવા જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480