________________
ચીત્રકુટ (ચિત્તોડને બુહ યા ખિમરૂષિનો પરિચય
=
=
પાણી છાંટે છે તે જ એક તાપસ લે કે, પટ્ટ હસ્તિને છોડી બાકીના તમામ હાથીને પાણી છાંટો (તાપસનો આંતરિક વિચાર એવો હતો કે આ બધા હાથી મરી જશે. અને મારા પ્રયત્નથી પટ્ટહતિ બચી જશે) પરંતુ થયું એવું કે બધા હાથી સાજા થયા. અને પટ્ટ હસ્તિને ઘણું ઉપાય તાપસે કર્યા છતાં પણ પટ્ટ હસ્તિ ન બચી શકે, અને તે આખરે મરી ગયે.
આથી જિનશાસનની ઘણી જ પ્રસંશા થઈ, રાજાએ રૂષિજીને અરધું શક્ય લેવાનું કહ્યું. પરંતુ રૂષિજીએ કહ્યું કે, સંયમ આગળ રાજ્યની કંઈ પણ કીંમત નથી, જે રાજયથી નર્ક ગતિ મળે તે રાજ્યનું મારે શું કામ છે. -
રાજાએ રૂષિની નિર્લોભતા જોઈ એક જિન મંદિર બનાવ્યું. અને તેમાં સિંહાસન કરાવી. રૂષિજીનાં પગલાં સ્થાપન કરી હંમેશાં પૂજા કરવા લાગ્યો. વળી રાજાએ રૂષિજીના નિમિત્તના અર્ધરાજ્યથી સાતે ક્ષેત્રના પોષણ કર્યા
કેટલાક વખત પછી રૂષિજી વિહાર કરી ચાલ્યા જતા હતા. તેવામાં એક મડદુ રસ્તામાં મળ્યું. ત્યાં રૂષિજીએ મડદાનાં સાથે માણસે હતા તેમને પૂછયું. કે આ મડદું કેવું છે. ત્યારે એક માણસે કહ્યું કે મહારાજ આ ધન વ્યવહારીઆનો પુત્ર છે. આજથી છ મહિના ઉપર રાત્રિની અંદર સૂતાં તેણે સર્પ કરડ હતું, પરંતુ તે બએ નહિ.
રૂષિજીએ કહ્યું કે મનમાં કશો ખેદ ન કરશો કરે જીવે છે.
છોકરાનો પિતા રૂષિને પગે લાગ્યું. અને પ્રાર્થના કરવા લાગ્યું કે સ્વામિન મારા ઘેર રૂદ્ધિ ઘણી છે. પરંતુ આ મારે એકનો એક પુત્ર છે જે આ છોકરા નહિ બચે તે માહરૂ કુલ સુનું થઈ જશે. અને મારે માથે મેરૂ સમાન ભાર આવી પડશે
રૂષિએ પ્રાસુક પાણી પાત્રમાં લઈને નવકાર મંત્રનો જાપ કર્યો. છોકરો એકદમ જાગી ઉઠય. આ જોઈને સર્વત્ર જય જયકાર થયે આથી શ્રદ્ધાળુ બની ધનરાજે બાર વૃતને પિતાના પરિવાર અંગીકાર કર્યો.
બીજી તરફ ખિમરૂષિએ વિચાર્યું કે આ બધા પ્રતાપ ગુરૂદેવને જ છે. માટે હવે ગુરૂ સેવામાં જવું ઉચિત છે.
એમ વિચારી રૂષિ ત્યાંથી ચિત્રકુટ ચિત્તોડ આવ્યા. કે જ્યાં પોતાના . ગુરૂદેવ યશભદ્રજી હતા. શ્રી સંઘે રૂષિજીનો ખૂબ સત્કાર કર્યો અને ખિમરૂષિએ ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈને ગુરૂદેવને વિધિ પૂર્વક વંદણ કરી. તે પછી રૂષિજીએ એક પછી એક અભિગ્રહ લેવા શરૂ કર્યા.
- ૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com