Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 469
________________ ધર્મપુર–અને ઉદયપુરને સબંધ. મેવાડના મહારાણા શ્રીને રાહ૫ વિ. સં. ૧૨૦૧ની સાલમાં રાજ્યાભિષેક થયા હતા. તેઓ શ્રી. બે રાજકુમાર હતા તેમાં કનિષ્ટ કુમાર રામસિંહ હતા. કેઈપણ કુટુંબની તકરારના કારણસરથી રામસિંહ પોતાની માતૃભૂમિને ત્યાગ કરી, લગભગ ૧૨૫૪-૫૫ માં ચાલી નીકળ્યા. પિતે પિતાની પાસે કાંઈપણ સાધન રાખ્યા વગર જ ફકત પ્રભુના ભરૂસા ઉપર અને પિતાના મનોબળ ઉપર જ પોતે નિર્ભય રહેતા હતા. પોતે પિતાના બાહુબળ અને તલવાર ઉપર જ વિશ્વાસ રાખ્યું હતું. તે સમયમાં કોકણ પ્રાંતના રાજાઓ રાષ્ટ્રકુટ મહારાજયને તાબે થયા. તે પછી ગૂજરાતના સોલંકીઓના તાબામાં આવ્યા, એ શિલાહાર વંશના અરિકેશરી રાજાના વખતમાં, થાણુ, પુરી, સંજાણ એ મુદ્દાનાં નગર હતાં. તે પછી રાજા મલ્ફિકાજુનના ઉપર ગુજરાતના સોલંકી રાજા કુમારપાળે ચઢાઈ કરી. પિતાના સેનાપતિ આંબડ પાસે પરાજય કરાવ્યો, ત્યાર પછી સને. ૧૨૬૦ માં દેવગીરીના રાજા મહાદેવ યાદવે, ઉત્તર કોંકણ પર ચડાઈ કરી. સોમેશ્વર નામના રાજાને હરાવ્યો. તે પછી થોડા જ વખતમાં શીસોદીયા મહારાણા રામસિંહે આ મુલકમાં રામનગર રાજ્યની સ્થાપના કરી. આટલી પ્રસ્તાવના આપ્યા પછી, હવે રામસિંહની કારકીદી તરફ નજર કરીયે, રામસિંહ એક સાહસિક અને શૂરવીર પુરૂષ હતા, તેઓશ્રી જ્યારે આ મુલકના પહાડી પ્રદેશમાં આવ્યા, તે વખતે કેળી સરદાર નાથારાત, અને તેના સાગરીતને અત્યાચાર સાંભળી રામસિંહનું લોહી ઉકળી આવ્યું. તરત જ પિતે પિતાની ફેજની સરદારી લઈ નાથેરાત ઉપર ચઢાઈ કરી, અને તેને હરાવ્યું અને માર્યો. નાનેરાતની તમામ જાગીરના પિતે માલિક બન્યા. અને પિતાના નામ પરથી એ આખા મુલકનું નામ રામનગર પાડી, સુર્યવંશીને ઝંડો ફરકાવ્યો. અને પિતાનું નામ રામશાહ પાડયું. સને. (૧૨૬૨) માં. ' મહારાણુ રામશાહના સ્વર્ગવાસ ગછી સોમશાહ, પુરંદરશાહ, ધરમશાહ અને શાહ, સને. ૧૪૭૨ સુધીમાં થયા. આ દરેક રાણાઓએ પિતાની બહાદુરી અને બુદ્ધિ વડે, હરામખેરને સખત શિક્ષા કરી, પ્રજાની અને રાજ્યની આબાદી સુંદર રીતે કરી હતી. ત્યાર પછી જગતશાહ પહેલા ગાલ પર આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480