________________
૩૯૮
મેવાડના અણુમેલ જવાહર યાને આત્મબલીદાન મહારાણા શ્રી નારાયણદેવજી અને મહારાણા મોહનદેવજીએ આ રાજયને વિકાશ કરવા માટે ઘણું જ બનતું કર્યું છે, અને જેથી રાજયની ઉત્પન્ન તથા રૈયતની સ્થિતિ સુધરી છે.
મહારાણા શ્રી વિજયદેવજી ૨ જા હાલના સંસ્થાન ધરમપુરના શ્રીમંત મહારાણા સાહેબ સને. ૧૯૨૧ માં તખ્તનશીન થયા.
એ એ નામદારે ગાદી પર બેઠા અગાઉ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભાસ કરી. હીંદના તમામ ભાગોમાં મુસાફરી કરી. દેશકાળનું ઘણું વિશાળજ્ઞાન મેળવ્યું છે. એ આ નામદારે ગાદી પર બેસતાં જ રાજ્યને સરસ ધારણું પર મુકી, પ્રજા માટે કેપગી દવાખાનાં, સ્કુલ, રસ્તા, જળાશયે કરાવ્યાં છે. એ ઓ નામદાર શ્રીના આગ્રહને માન આપી, મુબઈના ગરનર સર લેસ્લીવીલસન સાહેબ ધરમપુરની મુલાકાતે આવી ગયા છે. અને રાજા પ્રજાના સબંધથી, તથા મહારાણા શ્રીના ૨ાજ્ય વહીવટથી અત્યંત રાજી થયા છે. એ ઓ સાહેબની મુલાકાત જળવાયેલી રહે તે માટે નામદાર મહારાણાશ્રી વિજયદેવજીએ એ એ પાસે જ્યુબીલી ચેરીટેબલ ડિસ્પેન્સરીનું નવું મકાન, અ. સો. રસીક કુવરબા જનાના હસ્પીટલ, અને લેડી વિલસન મ્યુઝીયમ ખુલ્લો મુકાવ્યાં છે. અને સુંદર આરોગ્યતાવાલી પંગારબારીની ઉંચામાં ઉંચી ટેકરી ઉપર, નામદાર ગવનર સાહેબનું પુતળું, છત્રી બનાવી ખુલ્લું મુકી એ જગ્યાને વીસન હિલસનું નામ આપવામાં આવ્યું છે. મહારાણા શ્રી વિદ્વાન, રસીક અને પ્રજા વાત્સલ્ય હાઈ ઉદાર અને દાના છે. રાજ્યના જંગલમાંના વાઘના ત્રાસથી રૈયતને બચાવી છે. એ ઓ નામદાર શ્રી શીકારી પણ છે. રાજ્યસન પર આવ્યા પછી એ એ નામદારે આખા હિંદની, યુરોપની અને પૂર્વ સીયામ, ચીન, જાપાન વિગેરે તમામ દેશોની મુસાફરી કરી. રીત, રીવાજ, વિદ્યા, કળા અને હુન્નરનું અવલોકન કર્યું છે. અને તેના પરિણામે ધરમપુર શહેરમાં સુંદર યુ ઝીયમ બનાવ્યું છે.
અ. સો. મહારાણી શ્રી મનહર કુંવરબા સાહેબ ગેહેલ કુળના પાલી- તાણાના પ્રીન્સ સામંતસિંહના કુંવરી હતા. તેઓશ્રી કેળવાયેલા, વિદ્વાન, દાનેશ્વરી
અને દયાળું, તેમજ પ્રજા વાત્સલ્ય હતા, પરમાત્મા તેઓ શ્રીના આત્માને
સદા ય શાંતિ અર્પે.
આ સિવાય મહારાણા શ્રી વિજયદેવજી સાહેબના પરિચયમાં હું લગભગ વીસ વર્ષથી આવ્યો છું. તેઓ શોના હૃદયની ભાવના ઘણી જ ઉગ અને પ્રજા કલ્યાણની તમન્ના હર હંમેશાં રાખી, રાજ્ય અને પ્રજાની આગાહી સાધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com