________________
૩૯૨
મેવાડના અણમેલ જવાહર યાને આત્મબલિદાન
સાંઢની ઈચ્છા દાન દેવાની થઈ, એણે એક સ્થળે ગોળને ઢગલો પડયો હતો. તેમાંથી સીંઘડા વતી મેળ ઉઠાવી, રૂષિજીને વહાવ્યો.
આ વખતે પણ પશુએ દાન આપતાં જે લોકોને આશ્ચર્ય થયું. વળી જે વહેપારીને ગોળનો ઢગલો હતો, તેણે તે તે ગેળ વેચી એક જિન મંદિર બનાવ્યું. અને તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવી. ત્યારબાદ તે વહેપારી શ્રી યશોભદ્રસૂરિ પાસે જઈ દિશા પણ લીધી. અને ઉત્કૃષ્ટ ક્રિયા પાળી તે વર્ગે ગયે. વહેપારીનું બનાવેલું જિન મંદિર આજે ગુડપિંડ નામથી પ્રસિદ્ધ થયું.
તે પછી ખિમ રૂષિએ જુદા જુદા ઘણાં અભિગ્રહો ધર્યા હતા તેમાં એક અભિગ્રહ એવો ધર્યો હતો કે –
કેટમાં સાંકળ બાંધેલું કઈ વાંદરૂ ભાદરથા માસમાં અબાની કેરીનો રસ આપે તે પારણું થાય. આવા આવા તે ઘણાં કષ્ટમય અભિગ્રહ ધારી રૂષિજીએ પિતાના આત્માની શુદ્ધિ કરી.
આ પ્રમાણે થયા પછી એક વખતમાં એ પ્રસંગ બન્યું કે જે કૃષ્ણ રૂષિ દિક્ષા લઈ સંયમ પાળી દેવ થયા હતા, તે દેવ પિતાના તારક રૂષિજી. પાસે આવ્યા અને ગુરૂદેવને કહેવા લાગ્યા કે –
સિંધુપતિને ત્યાં એક હજાર હાથી છે. તે બધા રોગથી અત્યંત પિડાય છે તે બધા રડે છે, બરાડા પાડે છે, આથડે છે, કાન કંપાવે છે, તે જે આપની પાસે કઈ આવે અને આપગના પગ પખાલેલું પાણી માગે તો તે જરૂર આપશે, તેમ કરવાથી જનસાશનની પ્રભાવના થશે, અને લોકભાવના ધર્મ પ્રત્યે જાગૃત બનશે. તેમ સૂચના આપી દેવતા ગયા.
રાજ હાથીઓના ખિથી શકાતુર હતો. વૈદે દવા વિગેરે કરતા હતા, પણ લગાર આરામ થતું નહોતું. તે વખતે રાજાએ મંત્રીને કહ્યું કે આજે એવી ઉષણ કરાવે કે જે કોઈ હાથીઓને સાજા કરશે, તેને રાજા પિતાનું અર્થે રાજ્ય આપશે.
તે પ્રમાણે ઉષણા થઈ તેજ વખતે આકાશમાંથી દેવ વાણી થઈ. કે કંબલગિરિમાં રહેલા રૂષિનું જે ચરણદક લાવીને હાથીને છાંટવામાં આવે તે હાથીઓ સાજા થશે.
આવી ટેવ વાણી સાંભળ્યા પછી રાજાએ અને મંત્રીને કંબલગિરિમાં મા. રૂષિના પગ પખાલી મંત્રીશ્વર પાણી લઈ આવ્યો. જેવો હાથીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com