________________
૯.
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પ્રાચીન તીર્થમાળામાં પણ ઘણા દેરાસર હોવાના ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એટલું જ નહિં પણ એક તીર્થમાળા નામના પુસ્તકમાં અહીં પર્વત ઉપર શત્રુંજય તથા ગીરનાર ની સ્થાપના કર્યા હેવાલ મળી આવે છે.
દેલવાડામાં દેવ જ થણા, બહુ જિનમંદિર રળીયામણ, અને પર્વત ત્યાં થાપ્યાસાર, શ્રી શત્રુંજય ને ગિરનાર ૩૭
(શ્રી શીતવિજયજી કૃત તીર્થમાળા) ૧૭૪ અત્યારે અહીં ત્રણ દેરાસરજી મેજુદ છે. જેને “ વસહી ” કહેવામાં આવે છે. આ દેરાસર ઘણા મોટા છે. અંદર ભેંયરા પણ છે. ભવ્ય આહિર જિન પ્રતિમાઓ સાથે ઘણા આચાર્યોની પણ મૂતિઓ છે. સંવત ૧૯૫૪માં જિર્ણોદ્ધાર કરાવતી વખતે ૧૨૪ મૂર્તિઓ જમીનમાંથી મળી આવી હતી. જુના વખતમાં અહીં એક મોટું શહેર હતું અને કહેવામાં આવે છે કે કોઈ પણ વખતે ત્રણસો ઘંટને અવાજ એકી સાથે સાંભળવામાં આવતું હતું. એટલે કે ત્રણસો અગર સાડા ત્રણું દેરાસર અગાઉના વખતમાં હતા. આ શહેરમાં કેટલોએક એતિહાસીક બીનાઓ પણ મળી આવે છે. શ્રી સેમસુંદરસૂરિ મહારાજ પંદરમાં સિકામાં થયા તેઓ અહીં અનેક વખત આવી ગયા અને પ્રતિષ્ઠા વિગેરે પણ કરાવેલ આ વાત “ સોમસોભાગ્ય કાવ્યમાં” મળી આવે છે.
અત્રેના શિલાલેખે તેમજ અતિહાસીક ઘટનાઓથી માલમ પડી આવે છે. કે પંદરમાં-સોળમા અને સત્તરમાં સિકામાં આ શહેર ઘણું જ રોનકદાર હતું અહીં ઘણું કરીને દરેક મૂર્તિ ઉપર શીલાલેખ છે તેમજ બીજા શિલાલેખે પણ મળી આવે છે સ્વ ગુરુદેવ શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજે જેમ દેવકુલપાટકમાં શિલાલેખાને સંગ્રહ કર્યો છે તેમ શ્રીયુત પુરચંદજીએ પણ ઉતારે કર્યો છે. આ શિલાલેખ ન લેબ સંગ્રહના બીજા ભાગમાં છપાયા છે”
અત્યારે જે ત્રણ દેરાસરો છે ને બાવન જિનાલય છે. મૂર્તિઓ ભવ્ય અને સુશોભિત છે. ચેાથું દહેરાસર યતિ મહારાજના ઉપાશ્રયમાં છે. ત્રણ દેરાસર પૈકી બે દેરાસર શ્રી ઇષભદેવ ભગવાનના છે અને એક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું કહેવાય છે. અહીં એસવાળાના સે સવારે ઘર છે પણ સર્વ સ્થાકવાસી સંપ્રહાયના છે. એક ગૃહસ્થ શ્રીયુત મોહનલાલભાઈ ઉદેપુરના રહીશ છે જે મૂર્તિપૂજક છે અને યથાશક્તિ સેવા પૂજા કરે છે.
અહીં મહાત્મા શ્રી લાલજી અને મહાત્મા શ્રી રામલાલજી સજજન પુરુષ રહે છે. મહાત્માઓના અડ્ડો દસ બાર ઘર છે જેમાં પુરોહીત છે તેમજ જેને ૫ર્મ ઉપર તથા મૂર્તિપૂજા ઉપર સારી શ્રદ્ધા ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com