________________
૩૮૮
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન મેવાડમાં આવેલા ચિત્તોડના નજીક વડગામમાં એક દુખી બેહ નામને એક ભાઈ રહેતો હતો. પુર્વ કર્મના પાપના ઉદયથી તે પોતે ઘણી જ દુખી અને દરિદ્ધિ અવસ્થા જોગવતો હતો તેલ ઘી વગેરે ચિત્તોડના બજારમાં વેચી તે પિતાનું ગુજરાન ચલાવતા હો, એક સમયમાં તે પાંચદ્રામનું કુડલીની અંદર ઘી લઈ પોતે વેચવા માટે ચિત્તોડ આવતો હતો. તેવામાં કર્મ યેગે પગ લપસી ગયો અને તમામ ઘી ઢોલાઈ ગયું. આથી લોકોને તેના પર દયા આવવા લાગી એટલું જ નહિ પણ તેને ઘીની કીંમતના નાણાં પણ ભેગા કરી આપ્યા તે ગાયનું ઘી લઈ પાછો વળે ત્યારે ફરી પાછી ઠેસ વાગી અને ઘી ઢોળાઈ ગયુ તેથી પિતાને જરી પણ ખેદ ન થયે અને મનમાં વિચાર કર્યો કે મને મારા કર્મનું જ ફળ મળે છે, આ વખતે ધનવગરના મનુષ્યોની શું સ્થિતિ થતી હશે તેને તેણે ખ્યાલ આવ્યો અને પોતાના હયદમાં અનેક વિચાર કરતે કરતે પોતાના નિવાસ સ્થાને આવ્યો, ઘેર આવ્યા પછી પણ તેનું ચિત્ત સ્થિર થયું નહિ; તેનું હૃદય વૈરાગ્યથી કેમ બન્યું, તેથી પિતે નિશ્ચય કરી પિતાના ઘેરથી નીકલી યશોભદ્ર ગુરૂ પાસે આવ્યો ગુરૂએ તેણે આશ્વાસન આપ્યું અને આત્મ કલ્યાણને ઉપદેશ આપ્યો તે ઉપદેશથી અને ગુરૂદેવના પ્રભાવથી તે જીન યતિ થઈ દીક્ષિત પણ થશે. આ ઉપરથી વિદિત થાય છે કે તે પહેલાં પિતે જેને નાતે દીક્ષા લીધા પછી, તે નિરતિચાર પ્રમાણે ચારિત્ર પાળવા ગયા, અને તેનું નામ બોડા રૂષિ પાડયું, ગુરૂની શિક્ષા અને ચારીત્ર પાળવામાં પોતાનું કર્તવ્ય સમજતો હતો; દશ વિધ યતિ ધર્મ શુદ્ધ રીતે પાળવા લાગ્યા, અને મહીનાની તેમ છ છ માસની ઘર તપશ્યાઓ પણ કરવા લાગ્યો.
એક વખત બહારૂષિએ વિનય પૂર્વક ગુરૂદેવને બે હાથ જેઠ વિનંતિ કરવા લાગ્યાં કે.
હે તરણતારણું ગુરૂદેવ આપશ્રીનું શરણુ લઈ મેં દિક્ષા–અંગિકાર કરી છે. તેથી આજ મહારા હૃદયમાં એવો વિચાર ઉદભવ્યો છે કે હું થોડો વખત મારૂ આત્મ કલ્યાણનું કાર્ય સિદ્ધ થાય તેમ કરૂ; અને તે કરવા માટે આપની આજ્ઞા પ્રમાણે આપ કહે તે સ્થાનમાં રહીને થતા ઉપસર્ગો સહન કરૂ.
ગુરૂદેવે પણ લાભ જોઈ અવંતિ તરફ જવાની આજ્ઞા આપી ત્યાર પછી. શ્રી સંઘની શુભાશિશ લઈને ધામણુઉદ્દે ગામની નજીક એક સરોવરની પાળ પાસેના નિર્જન સ્થાનમાં આવીને રહ્યા.
બહારૂષિ તે સાન તપસ્યા કરી કાઉસગ્નમાં ધ્યાનસ્થ રહેતા હતા. તેવા તે ગામના કેટલાક બ્રાહ્મણના તેમ અન્ય જ્ઞાતિના, છોકરાએ તે તળાવની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com