________________
મેવાડના અણમેલ જવાહિર થાને આત્મબલિદાન સંગ્રામસીહને જન્મ સં. ૧૫૩૮ માં વૈશાખ વદ ૯ રાજ્યારોહણ સં. ૧૫૬૫ ના જેઠ સુદ પ. મૃત્યુ
સં. ૧૫૮૪ ના વૈશાખ માસમાં.
પણ ચતુર સંગે તેના પર અપ્રસંદ થવાનો ડોળ કરી તેનું સન્માન સ્વીકાર્યું, મારૂએ કરમચંદને આ વૃતાંત કહી સંભળાવ્યું. સરદાર કરમચંદે આ સર્વ વાત ગુપ્ત રાખી, અને સંગની સાથે પોતાની પુત્રીને વિવાહ કર્યો, અને
જ્યાં સુધી સંગને રાજ્ય પ્રાપ્ત થયું નહીં ત્યાં સુધી સંગને કરમચંદે પોતાની પાસે જ રાખ્યો, આમ કેટલાક દિવસો પસાર થયા ત્યારે રાયમલ્લરાણુ જે સંગના પિતા હતા તેઓએ સાંભળ્યું કે પૃથ્વીરાજ તેના ભાઈ સંગનું જ ખુના કરવા તૈયાર થયો છે. અને તેને મારવા તેની પાછળ પડે છે. તેથી રાણાએ પૃથ્વીરાજને બોલાવી સખ્ત ઠપકે આપ્યો અને કહ્યું કે તું મારા રાજ્યમાંથી ચાલે જા, તારું તું નભાવી લે. આથી પૃથ્વીરાજ ઘણી ગંભિરતાથી કંઈ પણ બોલ્યા વગર ફક્ત પાંચજ ઘોડા લઈ એકાએક ગામ છોડી ચાલી નીકળે. અને પોતાના પિતાના રાજ્યને પરિત્યાગ કરીને “બાલીહ” નામના નગર તરફ થાય. આ નગર ગોકાર દેશમાં આવેલું હતું. એક તે રાણા કુમ્ભાના અકાળ મૃત્યુથી મેવાડમાં અશાતિ થઈ હતી, તેમાં આ પ્રમાણે ગૃહકલેશ જાગવાથી આખા મેવાડમાં અશાન્તિ થઈ ગઈ અને સમસ્ત રાજ્યમાં ખળભળાટ થવા લાગ્યા, વસ્તુતઃ મેવાડના સર્વ ગામડાઓ અરક્ષીત દશામાં હતા તેમાં ખાસ કરીને ગોહાર દેશ તદન અરક્ષીત દશામાં હતા, અરવલ્લી પર્વતની નજદીકમાંજ આ દેશ છે. અને તે પર્વતમાં વસતા જંગલી મીન લેકો આ દેશની વસ્તીમાં આવીને તેને લુંટતા હતા. દ્વારની રાજધાની “નોલ” નગરમાં જે સેના હતી તેને હીસાબ મીન લેકાને નાતે. આ સિન્ય મીનાઓની પ્રચંડ શક્તિ રોકી શકી નહીં. પૃથ્વીરાજે આ હકીકત સાંભળી તેથી બાલીહ” તરફ જતી વખત ઘેડા કાળ સુધી “નોલ” માં રહેવા વિચાર કર્યો. અને ખરચ માટે જોઈતુ ધન લાવવા પોતાની પાસે એક કિંમતી વીંટી હતી તે ત્યાંના એઝા નામના વેપારીને ત્યાં મુકવા ગયે, ઈશ્વરની મહિમાને પાર કાઈ પામી શકે જ નહીં. આ વેપારીએજ કુમારને વીંટી આપી હતી તેથી તે તેને તત્કાળ ઓળખી શકે અને તેને વેશ ધારણ કરવાનું ગુસ કારણ જાણી લીધું. અને પ્રતિજ્ઞા કરી કે આપશ્રીને હું બધી જાતની સહાય આપીશ. પૃથ્વીરાજે વેપારીને પણ પિતાના ઠળમાં લીધે. અને તેઓ તેની સલાહથી મીનાકપર દમન કરી ગોઢારદેશમાં શાતિ સ્થાપવાના પ્રયાસો કરવા માંડયા, વીર પૃથ્વીરાજને તેના પિતાએ રાજયમાંથી કાઢી મુક્યા તેથી શું તેમની શુરવિરતા અને સહાસીકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com