________________
પ્રકરણ ૨૭ મું. મહારાણુ શ્રી ફત્તેહસિંહ (જી, સી, એસ આઈ)
કુદરતની અજબ ઘટના જગતના તક્તા પર ચાલ્યા કરે છે. કાળ પોતાનું કામ બજાવ્યા કરે છે. જ્યારે યહારાણુ સજજનસિંહ નિ:સંતાન અવસ્થામાં પરોકવાસી થયા ત્યારે મહીમહેન્દ્ર યાદવાર્ય ફુલકમલ દિવાકર શ્રી ૧૦૮ શ્રીમાન મહારાણા શ્રી કેતહસિંહજી તા. ૨૪ ડિસેમ્બર ૧૮૮૪ ના દિવસે રાજ્ય સિંહાસન પર બિરાજમાન થયા.
ક્ષત્રિયકુળમાં જે જે ગુણે જોઈએ તે સર્વ ગુણે મહારાણા ફતેહસિંહજીમાં હતા. ફત્તેહસિંહજીના વખતમાં પ્રજાને ન્યાય બરાબર મળતું હતું, રાજ્યના દરેક કાર્યો પિતાની દેખરેખ સિવાય કદિપણ કરવામાં આવતાં હતાં. આ રાણ દિવસમાં સાત કલાક કામ કરતા હતા. તેમજ નાનામાં નાના માણસની અરજ સાંભળતા. અને ઘટતો જવાબ વાળતા હતા. આ સિવાય રાજ્ય તથા પ્રજાના હિતમાં ઘણા સુધારા વધારા કર્યા હતા. અને વિદ્યા તથા કેળવણીને ઘણે સુંદર પ્રચાર કરી મેવાડની ઉન્નત્તિ કરવામાં ઉત્તમ ફાળો આપે હતા. રાજ્ય અને પ્રજાની આદાદી કેમ થાય! પ્રજામાં અપૂર્વ શાંન્તિ કાયમ માટે કેમ સચવાય તેનો વિચાર કરી પોતે પોતાની મતિ અનુસાર અમલ કર્યા જ કરતા હતા. તેમજ પિતે પ્રજાને પોતાની ગણી શાસન ચલાવતા અને ન્યાય આપતા હતા.
રાજવિમાં જે જે ગુણે જોઈએ તે તમામ ગુણે આ રાજવિમાં દ્રષ્ટિગોચર થતા હતા. આ પ્રમાણે રાણાશ્રીએ પોતાના રાજ્યની આબાદી ઘણી જ વધારી હતી. તથા વહેવાર કુશળતા પણ સુંદર દીપાવી હતી. સર્વ રાજાઓમાં તેમનું સ્થાન ઘણું આગળ પડતું હતું. આ વખતે મેવાડમાં ચેર, ડાકુ, હરામી અને જુલમગારાનું નામ-નિશાન દેખાતું નહોતું. તેઓશ્રી ઘણુ બહેશ શૂરવીર : અને સાહસીક હતા.
મહારાણાશ્રી ફત્તેહસિંહની કારર્કીદી સારાય બ્રિટિશ સામ્રાજ્યમાં વખણાઈ ગઈ હતી. બાપારાવલની આબરૂ બ્રિટિશ સરકાર આગળ ક્રમે ક્રમે વધતી જતી હતી. તેમના રાજ્યમાં ઉદ્યોગ વિદ્યા અને કળા ઘણી વિકસવા લાગી. જ્યાં જુઓ ત્યાં એજ્યુકેશન માટે સ્કુલો શહેર અને ગામડામાં ચાલુ કરી. વળી ગરીબ પ્રજા માટે દવાખાનાની સગવડ કરી હતી. તેમ રાજયમાં ખુશામતિઓનું જોર જરા પણ ચાલવા દીધું નહતું. વળી મહારાણાએ પોતાના નામથી ફત્તેહસાગર નામનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com