________________
૩૪
મેવાડના અણમોલ જવાહિર યાંને આત્મલિદાનં
(૪૨) ચિત્તોડમાં અષ્ટાપદ જૈનમંદિર શૃંગાર ચાવડી —સિગાર ચૌરીસ ૧૫૦૫
—ચિત્તોડપર મહેલાની પાસે ઉત્તરે સુંદર કાંતરણીવાળું એક નાનું મંદિર છે. તેને સિ`ગારચોરી ( શૃંગાર ચૌરી )–શૃંગાર ચાવડી કહે છે. આના મધ્યમાં એક નાની વેદી પર ચાર સ્ત ભવાની છત્રી બનાવેલી છે. લાક કહે છે કે અહીં રાણા કુંભાની રાજકુમારીના વિવાહ થયા હતા. ને તેની આ ચારી છે. વાસ્તવમાં ઇતિહાસના અંધકારમાં—અજ્ઞાનપણામાં મા કલ્પના સુષ્ટિ થઈ છે, કારણ કે તેના એક સ્તંભ ઉપર કાતરેલા વિ. સ. ૧૦૫૫ ( ઈ. સ. ૧૪૪૮ ) ના શિલા લેખથી વિદિત થાય છે. કે રાણી કુંભના ભંડારી ( કાષાધ્યક્ષ ) વેલાક કે જે શાહ કાલ્યાના પુત્ર હતા. તેણે આ શાંતિનાથનુ જૈન મ ંદિર ખંધાવ્યું. અને તેની પ્રતિષ્ઠા ખરતરગચ્છના જિનસેન ( જિનચંદ્ર ) સૂરિએ કરી હતી. જે સ્થાનને લેાકેા ચાંરી બતાવે છે. તે ખરી રીતે ઉક્ત મૂર્તિની વેદી છે, અને સંભવ છે કે મૂર્તિ ચામુખ ( જેની ચાર આજીએ એક એક મૂર્તિ હાય છે એવી ) હાય. શૃંગાર ચાંરીથી ચારુ છેટે નવલખ્ખા (નવકાઠા ) નામનુ સ્થાન છે. ( જૈન સાહિત્યના સક્ષિસ ઈતિહાસ, ચિત્ર પરિચય પૃ. ૧૦૬ )
(૪૩)
—અકબરનું હીરવિજયસૂરિને ફરમાન.
અ કમાન ઉર્દુમાં છે. અને તેના ગુજરાતી અનુવાદ નિચે પ્રમાણે છેઃ—
અલ્લાહુ અકબર.
જલાલુદીન મુહમ્મદ અકમર માદશાહે ગાજીનુ ક્માન. અલ્લાહુ અકમરના સિક્કા સાથે શ્રેષ્ઠ ફરમાનની અસલ નકલ મુજબ છે.
મહાન્ રાજ્યને ટેકો આપનાર, મહાન્ રાજ્યના વફાદાર, સારા સ્વભાવ અને ઉત્તમ ગુણવાળા, અજિત રાજ્યને મજબૂતી આપનાર, શ્રેષ્ઠ રાજ્યના સરાસાદાર, શાહી મહેરખાનીને ભાગવનાર, રાજાની નજરે પસંદ કરેલ અને ઉંચા દરજ્જાના ખાનાના નમૂના સમાન મુખારિજ્જુદીન( ધર્મવીર ) માઝમખાને માદશાહી મહેરબાનીએ અને અક્ષિસેાના વધારાથી શ્રેષ્ઠતાનું માન મેળવી જાણુકું જે— જૂદી જૂદી રીતભાતવાળા ભિન્ન ધર્મોવાળા વિશેષ મતવાળા અને ભિન્ન પચવાળા સભ્ય કે અસભ્ય, નાના કે મોટા રાજા કે કૈંક અથવા નાના કે નાદાન—દુનિયાના દરેક દરજ્જા કે જાતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com