________________
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પ્રકારનાં કષ્ટ આપે છે. એવાં કામો તમારા રક્ષણ અને બંદોબસ્તમાં કે જે તમે સારા નસીબવાળા અને બાહોશ છે,) થવાં જોઈએ નહિ.
વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે કે હાજી હબીબુલાહ કે જે અમારી સત્યની શોધ અને ખુદાની ઓળખાણ વિષે થોડું જાણે છે, તેણે આ જમાતને ઈજા કરી છે. એથી અમારા પવિત્ર મન કે જે દુનિયાને બંદોબસ્ત કરનાર છે, તેને ઘણું ખોટું લાગ્યું છે. ( દુઃખનું કારણ થયું છે,). માટે તમારે તમારી રીયાસતથી એવા ખબરદાર રહેવું જોઈએ કે કોઈ કેઈના ઉપર જુલમ કરી શકે નહિ.
તે તરફના વર્તમાન અને ભવિષ્યના હાકેમ નવાબ અને રીયાસતને પૂરેપૂ અથવા કેટલેક અંશે કારભાર કરનારા મુસીઓને નિયમ એ છે કે રાજાનો હુકમ કે જે પરમેશ્વરના ફરમાનનું રુપાંતર છે, તેને પિતાની સ્થિતિ સુધારવાને વસીલો જાણી તેનાથી વિરૂદ્ધ વર્તન કરે નહિં અને તે પ્રમાણે કરવામાં દીન અને દુનિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરૂ જાણે. આ ફરમાન વાંચી તેની નકલ રાખી લઈ તેમને આપવું જોઈએ, કે જેથી હંમેશની તેમને માટે સનંદ થાય. તેમ તેઓ પોતાની ભક્તિની ક્રિયાઓ કરવામાં ચિંતાતુર પણ થાય નહિં, અને ઇશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એજ ફરજ જાણી એથી વિરુદ્ધને દખલ થવા દેતા નહિં.
ઈલાહી સંવત ૩૫ (સં. ૧૯૪૭) ના અઝાર મહિનાની છઠ્ઠી તારીખ ને ખુરદાદ નામના દિવસે લખ્યું, મુતાબિક ૨૮ માહે મુહરમ સનેહીજરી.
મુરીદે (અનુયાયીઓ) માંના નમ્રમાં નમ્ર અબુલફઝલના લખાણથી અને ઈબ્રાહિમ હસેનની નેધથી. નકલ અસલ મુજબ છે.
( સુરિશ્વર અને સમ્રા–પરિશિષ્ટ ક)
૩. આ સુલતાન હબીબ એ નામે ઓળખાતો ખંભાતને જે હતું. તેણે સુરિજીનું અપમાન કરી તેમને ખંભાત બહાર કાઢયા હતા. આથી એમના શિષ્ય ધનવિજય દિહી જઈ ત્યાં દરબાર પાસે રહેતા શાંતિ ચંદ્ર ઉપાધ્યાયને મળ્યો કે જેણે બાદશાહ પાસેથી ફરમાન મેળવ્યું. પછી તે ખેજાએ સરિને બોલાવી ભારે સ્વાગત કર્યું ને તેમના ઉપદેશથી બંદીવાનેને મુક્ત કર્યા ને આખા ગામમાં અમારી પહ” વગડાવ્યા. (સુરિશ્વર અને સામ્રાટ પૃ. ૧૮૮ થી ૧૯૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com