________________
પ્રાચીન જનની એતિહાસિક નેંધ
૩૪૭ (૭૬) જિનચંદ્રસૂરિ અને અકબર બાદશાહ એ બે વચ્ચે વાર્તાલાપ થયે, તે
સૂરિએ જણાવ્યું કે દ્વારકામાં બધાં જેને જેનેતર દહેરાદેવ-મંદિરે નવરંગખાને વિનાશ કર્યો છે. તે જિનમંદિરોની રક્ષા થવી ઘટે બાદશાહે ત્યાં ઉત્તરમાં કહ્યું કે શેત્રુજયયાદિ સર્વ જૈન તીર્થો હું આ કર્મચંદ્ર મંત્રીને સ્વાધીન કરું છું. તે સબંધીનું ફરમાન પોતાની મુદ્રાથી અંકિત કરી આજમખાનને આપ્યું કે સર્વ તીર્થ કર્મચંદ્રને બક્ષેલાં છે તે તેની રક્ષા કરે, આથી શેત્રુજય પર સ્વેચ્છાએ કરેલા ભંગનું નિવારણ થયું.
(૭૭) અકબરને કાશમીર જવાનું થયું તે પહેલાં તેણે મંત્રી પાસે જિનચંદ્રસૂરિને
બોલાવી તેને ધર્મલાભ લીધે અને તે વખતે તે સૂરિના પુણ્યહેતું માટે અષાઢ સુદ ૯ થી સાત દિવસ સુધી આખા સામ્રાજ્યમાં અમારિ પળે જીવહિંસા ન થાય એવું ફરમાન કાઢી તેને ૧૧ સુખામાં મોકલી આપ્યું. આ ૨૧ હુકમ સાંભળી શાહને રંજવા તાબાના રાજાઓએ પોત પોતાના દેશમાં કોઈ એ ૧૫, કેાઈએ ૨૦, કોઈએ ૨૫, કોઈએ એક માસ તે બે માસ સુધીની અમારિ પાળવાના હુકમ કર્યા સૂરિ લાહોર રહે પણ તેમના શિષ્ય માનસિંહને કાશ્મીર મેકલવા શાહે કહેવરાવ્યું. માનસિંહ કાશમીર ગયા અને તેમના કહેવાથી શાહે ત્યાંના સરોવરનાં જલચરને જીવને હિંસાથી મૂક્ત કર્યા. શાહે કાશ્મીર સર કર્યા પછી તે લાહાર આવ્યું.
(૭૮) અકબરશાહે લાહેરમાં જિનચંદ્રસૂરિને યુગપ્રધાન પદ ને તેમના શિષ્ય
માનસિંહને આચાર્યપદ આપ્યું ને નામ જિનસિંહસૂરિ રાખ્યું. (સંવત ૧૬૪૯ ના ફાગણ સુદ બીજ ) તે વખતે જયસોમને તથા રત્નનિયાનને પાઠક પદ અને ગુણવિનય તથા સમયસુંદરને વાચક પદ આપવામાં આવ્યું. કર્મચંદ્ર મંત્રીની વિનંતિથી આ અવસરે બાદશાહે અમારિ ઘોષણ કરી, સ્તંભતીર્થ (ખંભાત) ના સમુદ્રમાં એક વર્ષ હિંસા ન થાય તેમ કર્યું અને લાહોરમાં એક દિવસ માટે સર્વ જીવની રક્ષા કરી. કર્મચંદ્ર મૂળવામી રાજ રાજસિંહ પાસે જઈ તેને નમી આજ્ઞા લઈ આ મહેત્સવ અતિશય દાન પૂર્વક કર્યો. ( આ ઉપર જણાવ્યા પ્રમાણે મંત્રી કર્મચંદ્ર પ્રબંધમાંથી લીધું છે. તે મૂળ સંસ્કૃતમાં ક્ષેમ શાખામાં પ્રદ
- ૨૧ આ ફરમાનની નકલ માટે જુઓ વધતો માસક જુન ૧૯૧૨, હીરવજયસૂર પર લેખ, કૃપાથમાં શ્રી જનવજયની પ્રસ્તાવના, જેનયુગ જેઠ-શ્રાવણ ૧૯૮૬ ને અંક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com