________________
શેઠ કમશાહને ટુંક સાર
. ૩૫૧ ૪ પછી કર્માશાહ બાદશાહને મળવા આવતાં તેને બહુમાન મળ્યું. ત્યાં રહેલા
મધીરગણિને ઉપદેશ સાંભળવા લાગ્યા. અગાઉનાં આપેલાં નાણાં બાદ શાહે પાછા આપ્યાં ને બીજું કંઈ હું શું કરું? કઈ પણ સ્વીકારે” એમ કહેતાં કર્મશાહે કહ્યું કે શત્રુંજય પર મારી કુલદેવીની સ્થાપના કરવા ચાહું છું. તો આપે અગાઉ આપેલ વચન યાદ કરી તેમ કરવા આજ્ઞા આપે. બાદશાહે તે સ્વીકારી કોઈ પણ પ્રતિબંધ ન કરે તેવું ફરમાન કરી આપ્યું. આ લઈ કર્માશાહે શત્રુંજય તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં આવતા દરેક જૈન ચિત્યમાં સ્નાત્ર મહેન્સવ અને ધ્વજારો પણ કરતા, દરેક ઉપાશ્રયમાં સાધુના દર્શન કરી વસ્ત્ર-પત્રાદિનું દાન કરતા, દરિદ્ર લેકને યથાયોગ્ય દ્રવ્યસહાય આપતા અને ચીડીમાર-મચ્છીમાર આદિ હિંસકને તે પાપકર્મથી મુકત કરતા કર્મશાહ સ્તંભનતીર્થ (ખંભાત) પહોંચ્યા, ત્યાં વિનયમંડન પાઠકને વંદન કર્યું. પાંચ છ દિનમાં શત્રુંજયગિરિ દેખાયે ને પછી છેટેથી વંદન સ્તુતિ કરી તલેટીમાં સંધ પહેઓ આ વખતે સૌરાષ્ટ્રનો સુબો મયાદખાન (મુઝાહિદખાન) હતો તે આથી મનમાં બળતો હતો છતાં બહાદુરશાહનું ફર્માન એટલે કંઈ વિરૂદ્ધ કરી ન શકયે ગુજરવંશના રવિરાજ અને સિંહે (કે જે બંને તે સુબાના મંત્રી હતા.) કર્માશાહને ઘણી સહાય આપી. પછી ખંભાતથી વિનયમંડન પાઠક પણ સાધુ સાધ્વીને પરિવાર લઈ આવી પહોંચ્યા મહામાત્ય વસ્તુપાલે લાવી શખેલી મમ્માણી ખાણના પાષાણખંડે ભૂમિગૃહમાંથી કઢાવી તેની પ્રતિમા વસ્તુશાસ્ત્રમાં વિદ્વાન વાચક વિકમંડન અને પંડિત વિવેકધીરની દેખરેખ નીચે બનાવરાવી. પછી સર્વ સંઘને આમંત્રણ મોકલી બોલાવી સં. ૧૮૫૬ના વૈશાખ વદિ (ગુજરાતની ગણનાએ ચૈત્ર વદિ ૬ રવિવારને દિને ધર્મરત્નસૂરિ શિષ્ય-પટ્ટધર વિધાનમંડનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ રીતે શત્રુંજયની ખંડિત પ્રતિમાનો ઉદ્ધાર કર્માશાહે કર્યો અને અને તેની પ્રશસ્તિ ઉકત સૂરિના શિષ્ય વિવેકધારે બનાવી અને તે ઉપરાંત તેમણે તે સંબંધી શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ સંસ્કૃતમાં ર.૨૨ (જૈન સાહિત્યનો ઈતિહાસ પૃ. ૫૦૩).
૨૨. આ કર્મશાહ અને તેમના ઉલાર સંબંધી વિશેષ માહીતી માટે જુઓ શ્રી જિનવિજય સંપાદિત તે પ્રબંધ તથા શિલાલેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com