________________
શેઠ કસ્મશાહને ટુંક સાર
ભાગ્યશાળી પુરૂષનું નામ હરહંમેશ જગતની ભૂમિ ઉપર આવ્યા * 'જ કરે છે. એ એક મહાપુરૂષ મેવાડની ભૂમિમાં ઉત્પન્ન થયો અને જેણે પોતાના બાહળથી અને શ્રદ્ધાથી રાજાઓના અને બાદશાહના મન જીત્યા. એ મહાપુરૂષનું નામ કર્માશાહ હતું. અને જેણે પવિત્ર શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો હતો તેનું ટુંકુ જીવન અત્રે આપવામાં આવ્યું છે. ૧ સં. ૧૫૮૭માં શેઠ કશાહે વૈશાખ (ગુજરાતી ચિત્ર) વદ ૬ ને દિને શત્રુ
જયને સેળભે ઉદ્ધાર કર્યો. તેને ટૂંકમાં ઈતિહાસ એ છે કે ચિત્તોડમાં એસવંશ (એસવાલ જ્ઞાતિ) ની વૃદ્ધ શાખામાં (વીસા) સારણુદેવ નામને પુરુષ થયે, તે જૈન આમ રાજાને વંશજ હતું. તેના રામદેવ-લક્ષમણસિંહભુવનપાલ–ભેજરાજ-હકરસિંહ-ખેતાનરસિંહ-તેલા અનુક્રમે થયા તેલાશાહ મેવાડના મહારાણા સાંગાને પરમ મિત્ર હતો તેને લીધુ નામની પત્નિથી થએલ પાંચ પુત્રોમાં સૌથી નાને કર્માશા શ્રેષ્ઠ અને ખ્યાતિમાન હતે. તપાગના રત્નાકર પક્ષની ભગુકચ્છીય શાખાના વિજયનસૂરિ શિષ્ય ધર્મરત્નસૂરિ સાથે સં. ધનરાજને સંઘ આબૂ વગેરે તીર્થની યાત્રા કરતો મેદપાટ (મેવાડ) માં આવ્યો. ચિત્રકૂટમાં રાજ્ય કરતા સાંગા મહારાણા (રાજ્ય સં. ૧૫૬૫થી ૧૫૮૫) નામના મહા પ્રતાપી રાજાએ માન પૂર્વક સામા જઈ માન આપ્યું. તલાશાહે સૂરિ પાસે જઈ શત્રુંજય પર સમરાશાહ સં ૧૩૭૧માં સ્થાપિત કરેલ બિંબનું મસ્તક હે (મુસલમાનો)
એ પુનઃ કેઈ સમયે ખંડિત કરી દીધું હતું તેને ઉદ્ધાર કરવાને મનેરથ સિદ્ધ થશે કે નહિ, એ પૂછતાં સૂરિએ જણાવ્યું કે તારા પુત્ર કર્માશાહ તે ઉદ્ધાર કરશે.” સૂરિ સંધ સાથે ચાલ્યા ગયા પણ પિતાના શિષ્ય વિનયમંડને ત્યાં રાખી ગયા. પછી તલાશાહ સ્વર્ગસ્થ થયા. પછી ગુજરાતને શાહજાદે બહાદુરખાન ચિત્તોડમાં જતાં ત્યાના રાણાએ તેન સન્માન કર્યું કશાહ કાપડને વેપાર કરતો હતો તેની પાસેથી શાહજાદાએ પુષ્કળ કાપડ ખરીદ્યું, અને બંને વચ્ચે મિત્રી થઈ, શાહજાદાને દેશમાં જવા માટે ખર્ચ ખૂટી એટલે કર્મશાહે એક લાખ રૂપિયા મિન. સને આપ્યા. પછી આ શાહજાદે સં. ૧૫૮૩માં બહાદસ્થાહ એ નામધારી અમદાવાદની ગાદી પર બેઠા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com