________________
૩૪૮ ;
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન માણિક્ય શિષ્ય જયસોમ ઉપાધ્યાયે સં. ૧૯૫૦ ના વિજયાદશમી દિને લાહોરમાં રમ્યો ને તે પર સંસ્કૃત વ્યાખ્યા તેના શિષ્ય ગુણુવિનયે સં.
૧૫૫માં રચી અને તે વર્ષમાં તે ગુણવિનયે ગુજરાતી પદ્યમાં અનુવાદ રચે. (૭૯) સં. ૧૬૬લ્માં જહાંગીર બાદશાહે એ હુકમ કર્યો હતો કે સર્વ દર્શનના
સાધુઓને દેશ બહાર કરવા. આથી જન મુનિમંડળમાં સર્વત્ર ભીતી ઉત્પન્ન થઈ જિનચંદ્રસૂરિએ પાટણથી આગ્રા આવી બાદશાહને સમજાવ્યા
ને આગળને હુકમ રદ કરાવ્યો. ( જે. સા. ઈ. પૃ. ૫૭૫ ) (૮૦) જિનસિંહરિના પટ્ટધર જિનરાજસૂરિએ લોદ્રવપત્તનમાં જેસલમેરવાસી
થીરૂશાહે ઉદ્ધાર કરાવેલ વિહાર શંગાર ચિતામણિ પાશ્વનાથના ચિત્યની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૭૫ માં અને તે વર્ષમાં અમદાવાદના પિરવાડ સમજી પુત્ર રૂપજીએ શત્રુંજય પર કરાવેલ ચતુર્કાર વિહારમાં ઋષભનાથની અને ૫૦૧ પ્રતિમાની પ્રતિષ્ટા આ સૂરિના હાથે કરાવી. ઉક્ત થીરશાહે સં. ૧૯૮૨માં શત્રુંજયને સંઘ કાઢો ત્યાં ગણધરોની પાદુકા કરાવી. અને સં. ૧૬૩ માં દ્રવામાં અનેક દેવગૃહે બંધાવ્યા. આ થીરૂશાહને પુસ્તક ભંડાર જેસલમેરમાં છે. (જેન સા ને ઈતિહાસ
પૃ. ૫૭૫). (૮૧) ગામ બનેડા, સ્ટેશન મંડલથી ઉત્તર દિશામાં ભીલવાડાની પાસે જેનનું
મોટું શીખવદેવ ભગવાનનું મંદિર છે. તેમાં ત્રણ પ્રતિમાઓ છે. તે ત્રણ પ્રતિમાની નિચે એક માટે ભંડાર છે. તે મંદિરને સભામંડપ એવડે વિશાળ છે કે તેમાં એક હજાર માણસ ખુશીથી બેસી શકે. આ મંદિર
જોવા લાયક ને એતિહાસિક છે. (૮૨) ગામ ગેગુંદા (મોટા ગામ) ઉદેપુરથી નવ માઈલ પશ્ચિમ દિશાએ છે..
ત્યાં જંગલમાં એક મોટું જૈન મંદિર છે, તે મંદિરમાં પ્રતિમાના મસ્તક ઉપર બે ખીલા ઠેકેલા છે, તે ખીલાઓ થોડા વર્ષ પહેલાં ગામના લોકો કાઢવા ગયા હતા, અને તે કાઢી નાંખવા જતી વખતે કાળો નાગ, ધોળે નાગ એમ બને નીકળ્યા હતા. તેથી ખીલા કાઢનાર માણસ બેભાન થઈ ગયા. આવી ચમત્કારી ઘટના ઉદયપુર રાજ્યના રેવન્યુ કમિશ્નર
સાહેબ શ્રીયુત મોતીલાલ વોરાએ કહી હતી. (૮૩) નંદરાય ગામના મંદિરમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ છે. (સં.
૧૧૭ ની જણાય છે) આથી માલુમ પડે છે કે જૈન ધર્મ પુરાણા કાળથી ચાલ્યો આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com