________________
મેવાડના અણમેલ જવાહર યાને આત્મબલિદાન
સેને અકબરની પરિષદ-રાજસભામાં ૩૬૬ બ્રાહ્યાણવાદીઓને જીત્યા તેથી અકબરે તેમને “સવાઈવિજયસેનસૂરિ' (હીરસૂરિથી પણ ચડયા એ બતાવતું) બિરૂદ આપ્યું, આ જાણી હીરસૂરિ આનંદ પામ્યા. ( હીર સૌભાગ્ય. સર્ગ ૧૪) હીરસૂરિના સ્વર્ગવાસ પહેલાં અકબરે ઉપરનું છે બાબતનું ફરમાન વિજયસેનસૂરિને આપી તેમને સૂરિ પાસે જવા મોકલ્યા
હતા. (હી. સી. ૧૭,૨૦૦) (૫૬) શાંતિચંદે અકબરના ગુણગ્રામ કરનારૂં “કૃપારકેશ'. નામનું
કાવ્ય રચી તેને હંમેશા સંભળાવી તે બાદશાહના પર ભારે અસર કરી હતી અને તે એટલે સુધી કે જીવદયાનાં જજીયા આદિ કર કાઢી નાંખવાનાં તેણે જે જે સત્ કાર્યો કર્યા તે એને આભારી છે એમ તે કાવ્યમાં મૂકેલાં છેલ્લાં બે વાકથી જણાવ્યું છે. તેમની કારકીર્દિ જાણવા જેવી છે -તેઓ વિદ્વાન સાથે વાદવિવાદ કુશલ પણ હતા ઈડરગઢના મહારાય શ્રી નારાયણ (બીજા)ની સભામાં (સં. ૧૯૩૩ પછી) ત્યાંના દિગમ્બર ભટ્ટારક વાદિભૂષણ (બુ ૧, નં. ૧૪૫૧ લેખ સંવત્ ૧૬૬૦ ) સાથે વિવાદ કરી તેમને પરાસ્ત કરેલ હતા. વાગડદેશના ઘાટશિલ નગરમાં ત્યાંના અધિપતિ અને જોધપુરના મહારાજ શ્રી માલદેવ ( સં ૧૫૮૮ –૧૯૧૯) ના ભત્રીજા રાજા સહસમલની સનમુખ ગુણચંદ્ર નામના દિગમ્બાચાર્યને પણ જીત્યા હતા. ૧૫ આ રીતે શાસ્ત્રાર્થમાં કુશલતા તેમજ શતાવધાનાદિથી અનેક નૃપતિઓને સદભાવ પ્રાપ્ત કર્યો હતે. (જેન સા.
નો ઈતિહાસ પૃ ૫૫૩). (૫૭) શાંતિચંદ્ર અકબરની રજા લઈ ગયા ને તેના દરબારમાં ભાનચંદ્ર
અને સિદ્ધિચંદ્ર એ બે ગુરૂશિષ્ય રહ્યા છે પણ તેમની માફક બાદશાહથી
(૧૪) તેના ૧૨૬-૭ પલમાં સ્પષ્ટ લખ્યું છે કે “ આ બાદશાહે જજીયાને કર માફ કર્યો, ઉહત મેગલોથી મંદિરને જે મૂકિત, કેદમાં પડેલા કેદીઓ બંધન રહિત થયા, સાધારણુ રાજ ગણે પણ મુનિએનો સત્કાર કરવા લાગ્યા, એક વર્ષમાં છ માસ સુધી જીવને જે અભયદાન મળ્યું અને વિશેષે ગાય, ભેંસ, બળદ અને પાડા આદિ-સુરભીસમુહ (કસાઈની છરીથી) નિર્ભય થયો ઇત્યાદિ (જૈન) શાસનની સમુન્નતિનાં કારણેમાં આ ગ્રંથ જ પરમ નિમિત્ત થ છે ”
(૧૫) શાંતિચંદ્રના શિષ્ય લાલચંદ શબ્દરૂપ વાક્યની અને પ્રશસ્તિ લખી છે તેમાં જણાવ્યું છે, તેમના બીજા શિષ્ય અમરચંદે સં. ૧૪૪૮માં રચેલ કુલધ્વજ રાસની પ્રશસ્તિમાં પણ સ્વગુરૂ વિષે નિચેની એક વાત જણાવી છે કે –
રાય નારાયણ રાજસભાઈ, ઈડર નયન મઝારિર. વાદિભૂષણ દિગપટ જીતી, પાયે, જ્યત્યકારરે. (જેન ગુ. કવિઓ પ્ર. ભાગ પૃ. ૫૦૭)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat