________________
હ૭
પ્રાચીન જૈનાની એતિહાસિક નોધ - (૪) અકબરનું વિજયસેનસૂરિને ફરમાન.
–આ ઉ ફરમાનનું ગુજરાતી ભાષાંતર નિચે પ્રમાણે છે – અલાહ અકબર અબુ અલમુજફફર સુલતાનને હુકમ. ઉંચા દરજજાના નિશાનની નકલ અસલ મુજબ છે.
આ વખતે ઉંચા દરજજાવાળા નિશાનને બાદશાહી મહેરબાનીથી નિકળવાનું માન મળ્યું છે) કે-હાલના અને ભવિષ્યના હાકેમ, જાગીરદારે, કડીઓ અને ગુજરાત સુબાના તથા સેરઠ સરકારના મુસીઓએ
સેવડા (જૈનસાધુ) લેક પાસે ગાય અને આખલાને તથા ભેંશ અને પાડાને કેઈપણ વખતે મારવાની તથા તેનાં ચામડાં ઉતારવાની મનાઈ સંબંધી શ્રેષ્ઠ અને સુખના ચિન્હવાળું ફરમાન છે, એને તે શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે.
દર મહિનામાં કેટલાક દિવસ એ ખાવાનું ઇચ્છવું નહિ. એ ફરજ અને વ્યાજબી જાણવું,
તથા જે પ્રાણીઓએ ઘરમાં કે ઝાડ ઉપર માળા નાખ્યા હોય તેવાઓનો શિકાર કરવાથી કેકેદ કરવાથી (પાંજરામાં પૂરવાથી) દૂર રહેવામાં પુરી કાળજી રાખવી.
(વળી) એ માનવા લાયક ફરમાનમાં લખ્યું છે કે “ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હિરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા અને તેમના ધર્મને પાળનારા–જેમણ અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેચ્છુઓ છે–તેમના યેગાભ્યાસનું ખરાપણું અને વધારે તથા પરમેશ્વરની શેાધ ઉપર નજ૨ રાખી (હુકમ) થયો કે–એમના દેવલ કે ઉપાશ્રયમાં કોઈ એ ઉતારા કે નહિં, અને એમને તુચ્છકારવા નહિ; તથા જે તે જીર્ણ થતાં હોય અને તેથી તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધાર કે તેને પાયે નાંખે, તે કેઈ ઉપલકિયા જ્ઞાનવાળાએ કે ધર્માધે તેને અટકાવ કરવો નહિં. અને જેવી રીતે ખુદાને નહિ ઓળખનારા વરસાદને અટકાવ અને એવાં બીજા કામો, કે જે પૂજવા લાયક જાતનાં (ઈશ્વરનાં) કામે છે, તેને આરોપ મૂર્ખાઈ અને બેવકુફીના લીધે જદુનાં કામ જાણ, તે બિચારા ખુદાને માનનારા ઉપર મૂકે છે અને તેમને અનેક જાતનાં દુઃખે આપે છે, તેમ તેઓ જે ધર્મ ક્રિયાઓ કરે છે તેમાં અટકાવ કરે છે. એવાં કામે આરોપ એ બિચારાઓ ઉપર નહિં મૂકતાં એમને પોતાની જગ્યા અને મુકામે સુખેથી ભકિતનું કામ કરવા દેવું, તેમ પિતાના ધર્મ મુજબ ક્રિયાઓ કરવા દેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com