________________
-
રેલા
===
=
મહારાણા શ્રી ફત્તેહસિંહ મોટું વિશાળ તળાવ બંધાવ્યું હતું. આવા અનેક કાર્યોને લઈ ઈ. સં. ૧૮૮૭ માં મહારાણી વિકટેરીઆની જ્યુબિલીના પ્રસંગે મહારાણાશ્રીને (જી, સી, એસ, આઈ. )ની ઉપાધિ મળી હતી.
આ પ્રમાણે મેવાડના ઈતિહાસની પૂર્ણાહુતિ કરતાં પહેલાં મારે વાંચકોનું ધ્યાન ખેંચવું જોઈએ જ. આ ઈતિહાસના સંશોધનમાં મારી શક્તિ અનુસાર શોધ કરી જે જે વસ્તુ અને સત્ય લાગી, તેમજ ઇતિહાસીક દ્રષ્ટિએ જ એ સાચી અને સત્ય હકીક્ત મૂકવામાં આવી છે. આ પ્રમાણે મેવાડની નંદનવન ભૂમિમાં અનેક મહાપુરુ, અમાત્ય, શૂરવીર, અને મહામંત્રીઓ થઈ ગયા છે. તે દરેકે પોતાનું સ્વમાન સાચવવા ખાતર પોતાના પ્રાણના બલિદાન આપવામાં પણ પાછી પાની મૂકી નથી. કહેવતમાં કહ્યું છે કે –બહુ રત્ના વસુ ધર દુનિઆ એવી છે કે જ્યાં અનેક રને પડયાં છે. તેવી જ રીતે મેવાડની ભૂમિ પણ અનેક રત્નોથી વિભૂષીત છે. પરમાત્મા ! મેવાડની ભૂમિને હંમેશાં સુખી રાખે અને સૂર્યવંશને તાજ અવિચળ અમર તપે એજ ભાવના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com