________________
ચિત્ર પરીચય
આ પુસ્તક પુરૂં કરતા મને જે આનંદ અને હું પેદા થયા છે તેના માટે હું શ્વરના આભાર માનું છું. પરંતુ પુસ્તકમાં જે જે જૈન પ્રાચીન મંદિરોના ફાટા મૂકવામાં આવ્યા છે. તેના પરિચય જનતાને કંઇક આપવા જોઈ એ. જે ચિત્તોડ ઉપર જૈન દહેરાસર, જન કીત્તિસ્તંભ અને જે શીલ્પના પ્રાચીન નમુનાએ છે. તે તરફ વાંચક વર્ગનું ધ્યાન ખેંચુ છું. એક વખત જરા કુરસદ લઈ જોશે અને વિચારશે! તે ઘણું સમજવાનું મેળવી શકશે. શૃંગાર ચવરીનું દેરાસર ઘણુંજ ભવ્ય અને કારીગરીવાળું છે તે જોવાથી જ આપણા આત્માને માન આવ્યા સિવાય રહે નહીં ! માલજી, નંદસરા, નાગદા, કુંભલગઢ, મળેલીગ્રા સુરપરા, ગણુંદા અને ભીલવાડાની નજીકના ઘણા મંદિશ જોવા લાયક છે. આ પુસ્તકમાં જે ચિત્રા આપવામાં આવેલા છે. તે દરેક ચિત્ર કયા ગામમાં આવેલા છે તેની યાદી તેની નિચેન્જ આપવામાં આવી છે. તા વાંચક વર્ગ ને તે જોવાની મારી ખાસ ભલામણ છે.
જે મેવાડ સ્વમાનના ખજાના હતા, શૂરવીરાના અજોડ કિલ્લા હતા, અને ભભલાને મહાત કરનાર રાણાપ્રતાપની ઇજ્જતના મહા મીનારા હતા, તેનાથી પણ આગળ વધીને કહુંતા જે મેવાડ જૈનપુરી ગણાતું હતું તે મેવાડમાં માજે પણ લગભગ સાડી ત્રણ હજાર નમદિરાની હારમાળા શેાલી રહી છે. તે દરેક મદિશ જોવા લાયક છે. અને તેની યાત્રા કરવા જેવી છે. તેથી તેના નામા નિચે આપવામાં આવે છે.
જૈન તીર્થા—કેશરીયાજી (લેવા), કરાડપાર્શ્વનાથ, દયાળકિલ્લા અક્ ભૂતજી, ઉદયપુરના જૈનમદિરા અને આડગામના મન્દિરા વિગેરે.
વૈષ્ણવાના તીŕ:—શ્રી નાથજી, કાંકરેલી અને એકલીંગજી વિગેરે. કેટલાક જોવા લાયક સ્થળાઃ—જયસમુદ્ર, ધેમરતળાવ, ઉયસાગર, ફત્તેહસાગર, જયમહેલ, અને સાહેલીયાના માગ વિગેરે અદ્ભૂત કારીગરીના નમુના જોવાલાયક છે.
આવી આવી અનેક કૃતિ મેવાડની પૂણ્યભૂમિ ઉપર જોવા લાયક છે, માટે વાંચક વર્ગ તમા જરૂર એકવાર જોવા તસ્દી લઈ આત્મામાં અનેરા આનંદ પેદા કરી જીવન સાર્થક કરશે એવી આશા રાખુ છું.
પ્રભુ ! મેવાડની રત્નગર્ભાભૂમિમાં હરહમેં શા ધર્મ યાત અને જ્ઞાન જ્યાતના દ્વીપક પ્રગટાવે, અને મેવાડ સદાકાળ જ્યવંતુ રહેા એજ હૃદયની શુભ ભાવના. લી. ભાગીલાલ વિ.
સમાપ્ત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com