________________
વર
મેવાડના અણમલ જવાહિર થાને આત્મબલિદાન
એ શબ્દનું ઉચ્ચારણ કરતાં મારા આત્માને અપાર આનંદ અને પ્રેમ આવે છે. કારણકે ત્રણ ચાર વરસ ઉપર જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી બાળ બ્રાચારી ચારિત્ર ચૂડામણી શ્રી વિજયનીતિસૂરીશ્વર શ્રી મેવાડમાં પધાર્યા અને મેવાડમાં જનની તેમ જૈન મંદિરની શોચનીય દશા જોઈને ભાવી આત્માની અંદર પ્રચંડ પોકાર થયો અને કોઈપણ હિસાબે મેવાડના ઉત્તમ મંદિરને ઉદ્ધાર કેમ થાય તેજ વિચાર તે પવિત્ર આત્માને આવ્યું. આખરે પવિત્ર આત્માના પવિત્ર કાર્યમાં લેકેને શ્રદ્ધા બેઠી અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ નિમાયા અને કામની શરૂઆત કરી બીજ રેપ્યું
આજે મેવાડ પર ત્રણ ચાર મંદિરનું કાર્ય થઈ રહ્યું છે અને તે કામ કાજમાં શેઠ રેશનલાલજી તથા ભાઈ મનહરલાલજી તથા શ્રીયુત મોતીલાલજી વેરા વિગેરે તન, મન, અને ધનથી પિતાને આત્મગ આપીને પુણ્ય હાંસલ કરી રહ્યા છે.
આ કાર્યને વધારે ઉત્તેજન કેમ મળે ! લોકેને જૈન મંદિરની ઝાંખી કેમ થાય! તે વિચાર આચાર્ય શ્રી વિજ્યનિતિસૂરિશ્વરે મને જણાવ્યું જેથી . મેં દરેક મંદિરોના બન્યા તેટલા ફોટા લઈ આ કાર્યની પુસ્તક રૂપે શરૂઆત
કરી તેના ફોટાઓ પણ પુસ્તકમાં મુકી જનતા આગળ રજુ કરવા અને મેવાડ પ્રત્યે લોકેનું દીલ વધુને વધુ ખેંચાય તે ભાવનાથી આ પુસ્તકની શરૂઆત કરી અને જનતાની તેમજ પરમાત્માની પ્રેરણાથી મારી ભાવના પુરી થઈ
આ સિવાય જે જે જૈનમંદિરના ફોટા આ ઈતિહાસીક પુસ્તકમાં મુકવા માં આવ્યા છે. તેના ઉપરથી વાંચક વર્ગને ખ્યાલ આવશે કે મેવાડ એક સદી પહેલાં જેનપુરી ગણાતી હતી અને જૈનોની અપૂર્વ જાહોજલાલી હતી, આવા પવિત્ર સ્થાને ઉપર આજે આપણી નજર પહોંચી શકે તેમ નથી. જ્યાં હજારે કષ દવ લાગ્યો હોય ત્યાં એક જળ બિન્દુથી કઈ જાતની શાંતિ થવાની હતી. છતાં પણ આપણાથી જેટલું બને તેટલું જરૂર કરી આપણે આપણી ફરજ બજાવવી જોઈએ તે આપણું કર્તવ્ય સમજવું જોઈએ તેમાં જ આપણે ધર્મ છે.
જ્યારે ભૂતકાળના સમયની ઝાંખી થાય છે. ત્યારે ધર્મ વતની અતિ ઉંચ મહત્તા હતી અને ધર્મ એજ જીવન હતું. ધર્મ એજ પ્રેમ અને ધર્મ એજ કર્તવ્ય હતું. આજે એ વસ્તુઓ ઘણે અંશે લોપ થતી જાય છે. જે મંદિરમાં કેવળ શાંત વાતાવરણ, પ્રભુ જીનેશ્વર ભગવાનની મૂર્તિને ત્યાગમય દેખાવ જોઈએ તેના બદલે આજે આપણે સેના રૂપા અને ઝવેરાતમાં જ મશગુલ બની ગયા છીએ તેથી જ આજે આપણું ખરું રહસ્ય ભૂલી ગયા છીએ અને જુદા ચીલે ચાલવા લાગ્યા છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com