________________
૩૦૮.
મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન મેવાડની અણમોલ સેવા બજાવી હતી. રાજ્ય લાભની કૂડકપટમાં મહારાણુને મેતના પંજામાંથી બચાવનાર એ વીર આત્મા દયાળ જ હતું. તેની હિંમત કઈ અજોડ હતી. વળી ભાગ્યદશા તેને વરી ચુકી હતી. પોતે એક ગર્ભ શ્રીમંતને લાડકવાયો હતો. આ વીરપુરુષે મેવાડની અજોડ સેવા બજાવી હતી. પોતે દુષ્કાળના સમયમાં દયાળ કિલ્લે બંધાવી જૈનાચાર્ય માનસૂરિશ્વરના સાધથી લગભગ અઠાણું લાખ રૂપીયા ખરચી મેવાડની દુ:ખી જનતાને પિષી હતી. તેની ધર્મપત્નિ પણ એક વિરાંગનાને શરમાવે તેવી શૂરવીર હતી. તે બાણ વિદ્યા તથા શસ્ત્ર વિદ્યામાં સંપૂર્ણ હતી. પોત પોતાના પતિના બચાવ માટે પુરુષના ષિાકમાં રહી લશ્કરી કાર્ય બજાવતી હતી. ધન્ય છે. આવો જૈન વિરાંગનાઓને !
આવી આવી અનેક હકીકતોથી આ પુસ્તક જવામાં આવ્યું છે. વળી મહારાણા રાજસિંહ જયસિંહ અને રાણા અમરસિંહ પછી મેવાડની અધોગતિ હદ ઉપરાંત ચાલી. જે જે રાણાઓ થયા તે રાણાઓ અંદર અંદર કલેશના પરિણામે પાયમાલ થયા. જેમાં વળી સિંધીયા અને હેલ્કરના રાજેએ મેવાડમાં ઘણો જુલમ કર્યો હતે. ને તે જુલમનું વર્ણન કરતાં ભલભલાના કાળજાં કંપે છે. સિંધીયા અને હેકરે મેવાડનું જેટલું લોહી ચુસાય તેટલું ચુસી હાડપીંજર સમ બનાવી દીધું. છતાં મેવાડની રત્નગર્ભા ભૂમિમાંથી સ્વમાનપ્રિયતા નાશ પામી ન હતી.
જ્યારે રાણા મિસિંહનું શાસન આવ્યું ત્યારે ભિમસિંહ ઘણા ડરપોક અને ભીરૂ હતા પણ તે પ્રજા પ્રેમ ધરાવતા હતા છતાં પણ તેમનાથી કંઈપણ પ્રજાનું ભલું થઈ શક્યું જ નહોતું. તેવા સમયમાં ભિમસિહ ઘણું જ કષ્ટ ભોગવ્યું હતું. જ્યારે રાજ્યની તિજોરીઓ તદન ખાલી થઈ, ત્યારે મહામંત્રી અમરચંદની નિમણુંક કરવામાં આવી. અમરચંદ સાહસીક, શૂરવીર, અને વૈશ્ય હતો. તેને પોતાના બાહુબળથી સિંધીયા અને હેકરને હંફાવ્યા હતા. જ્યારે અમરચંદ પ્રત્યે મેવાડની પ્રજાનું બહુમાન વધતું ગયું. ત્યારે અમરચંદનું અકાળે મૃત્યુ થયું. કેઈએ વિષ આપ્યું હતું તેથી જ તે મરી ગયો. જ્યારે તેની પાસે કફન ઢાંકવાને માટે પણ પૈસા નહતા. ત્યારે ઉદયપુરના મહાજને ઉઘરાણું કરી અમરચંદની અંતિમ ક્રિયા કરી હતી. આવી પરિસ્થિતિ અમરચંદની થઈ હતી.
નાદિરશાહ તથા ઓરંગઝેબના જુલમો સામે ટકી રહ્યું હોય તો એક મેવાડજ. જેમ જેમ સમય વ્યતિત થતો ગયો તેમ તેમ બ્રિટીશ સરકારે મેવાડને મદદ કરી અને રાણુ મિસિંહના વખતમાં સંધી કરી મેવાડને અધ:પતન થતું અટકાવ્યું. આ પ્રમાણે મેવાડની પરિસ્થિતિ બદલાતી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com