________________
ઉપસંહાર
E
મહારાણા સજજનસિંહ ઘણુ જ નાની ઉંમરમાં અવસાન પામ્યા છતાં તેઓશ્રીએ રાજ્યમાં ઘણજ જાતના સુધારા કર્યા હતા અને રાજ્યની આબાદી કરવામાં સંપૂર્ણ લક્ષ આપ્યું હતું. રાણુ સજનસિંહ પછી મહારાણા ફત્તેહસિંહજી ને રાજ્ય વહીવટ ઘણે યશસ્વી નીવડયો, તેઓશ્રી પોતાના રાજ્યમાં ઘણા જ સારા અને વિચારનીય સુધારા કરી પોતાના રાજ્યની વૃદ્ધિ ઉત્તમ પ્રકારે વધારી હતી. અને તેઓશ્રીના પરલોકવાસી પછી હાલના વર્તમાન મહારાણાશ્રી ભોપાળસિંહજી રાજ્યાન પર આવ્યા. તેઓશ્રીએ પણ પોતાની પ્રજાને કઈ પણ જાતની હાડમારી ના પડે અને પ્રજા પિતે સુખ શાંતિથી સુખ ભોગવી શકે અને પ્રજાને ન્યાય મળી શકે તેવી સંપૂર્ણ ચેાજના કરી મેવાડની આબાદી વધારી છે.
આ બધી હકીકત ટુંકમાં વર્ણન કરી હવે હું જેન અને જૈન મંદિર પ્રત્યે જનતાનું ધ્યાન ખેંચું છું. મેવાડમાં હાલમાં લગભગ પાંત્રીસો જન મંદિરે છે. અને તે ભવ્ય અને શિલ્પકળાથી વિભુષીત એવાં પ્રચંડ સ્થાને આજે મેવાડની ભૂમિમાં શેભી રહ્યાં છે. તેમાં વળી ચિત્તોડના કિલા પર તે જનોએ હદ કરી છે, તે કિલ્લાના મંદિરે, શૃંગાર ચવરી, જુના કીર્તિસ્તંભ વગેરેની કારીગરી જોતાં અભિમાન આવ્યા વગર રહેતુ નથી પણ કુદરતની ઘટના ન્યારી છે. કાળ કાળનું કામ બજાવ્યા કરે છે. આજે ચિત્તોડના મંદિરે જોતાં ઘણા મંદિર જીર્ણ અને હવડ દશામાં પડયાં છે. તેમ વળી કુંભલમેર, સુરપરા, એકલીંગજી, નાગદા તથા ભીલવાડાની આજુબાજુના પ્રદેશોમાં એવા એવા જૈન મંદિર છે કે ત્યાં આજે કઈ તેની સંભાળ રાખનાર નથી. જ્યારે મેવાડમાં પાંત્રીસે જૈન મંદિર હશે. ત્યારે મેવાડમાં જેની જાહોજલાલી કેવી હશે ? તે પ્રશ્ન વિચારવા જેવું છે. આજે મેવાડના જેને ઘણુજ છિન્ન ભિન્ન દશામાં છે. કોઈ સાધમાગી કેઈ તેરાપંથી કઈ દિગમ્બરી તે કઈ મંદિરમાગી હોય તે બધા એકજ મહાવીરના સંતાને આજે જુદી જુદી દશામાં જઈ રહ્યા છે.'
આજે સૌ સૌના પંથનાં સાધુઓ, આચાર્યો તેમજ સંચાલકે પિત પિતાની દુકાનની જમાવટ કરીને જનતાને ઊંધા રસ્તે દેરી રહી છે. એવા પ્રચારથી જ આજે હજારે જન મંદિરની શોચનીય દશા થઈ રહી છે. શું આજે એવો કોઈ પણ મહાત્મા કે આચાર્ય નથી ? કે જે સત્ય વસ્તુ બતાવે ને આજે છિન્ન ભિન્ન દશામાં આવી પડેલી જૈન કેમને એકત્ર કરી ઈતિહાસીક વસ્તુને નવી અને રોશન બનાવી શકે? ના? હાયજ કયાંથી? જ્યાં રાગ, દ્વેષ, કુસંપ, ધતી અને જ્યાં ધર્મના નામે ચાલતા ઝગડાઓ હેય ત્યાં કામની કે ધર્મની ઉન્નતિની આશા કયાંથી રાખી શકાય. આવા સમયમાં વર્તમાનયુગના વહુના શgi
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com