________________
૨૮૮
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન પછી મહારાણાને એક અધિક બીજું સન્માન મળ્યું. હવે તેમને ૨૧ તે પોનું માન આપવાનો ઠરાવ થયે. વળી મહારાણાના મંત્રી મહેતા પન્નાલાલને કશાધ્યક્ષ અને છગનલાલને સન્માન સૂચક રાય ની ઉપાધિ પ્રાપ્ત થઈ
બ્રિટિશ રાજપ્રતિનિધિ લોર્ડ લીટન બહાદુરે મહારાણી વિકટેરીઆને ભારતેશ્વરીની ઉપાધિ અર્પણ થયેલી જાહેર કરી ત્યાર પછી મહારાણા સજજન સિંહ આ પ્રમાણે સન્માન સહિત પોતાના રાજ્યમાં પાછા ફર્યા એ દરબારમાં તેમને જે સન્માન મળ્યું હતું તે કાંઈ અંતીય સન્માન નહોતું. તેમને ભારત સરકારે ઈ. સ. ૧૮૮૧ માં જીસી એસ આઈ ( શ્રેટ કમાન્ડર સ્ટાર ઓફ ઈડીયા. અથવા ભારત વર્ષના પ્રથમ નક્ષત્ર ) ની ઉપાધિથી વિભુષીત કર્યા. રાણા સજજનસિંહે રાજ્ય કારભાર ઘણે જ કુશળતા પૂર્વક ચલાવ્યો. અને પિતાના રાજ્યમાં રાજ પ્રજા બંનેના લાભ સાચવી રાજ્ય શાસન સુંદર રીતે ચલાવ્યું. એના ફળ આજે વિદ્યમાન છે. શહેર બહાર સજનગઢ નામને કિલો બનાવ્યો અને સજજનનિવાસ નામને બાગ કરાવ્યું. આ સિવાય લેકેપગી હોસ્પીતાલ સ્કુલ પાઠશાળા અને સડકો વિગેરેથી નગરની શોભા ઘણ ઉત્તમ બનાવી હતી.
વિ. સં. ૧૯૪૧ ના પિષ સુદ ૬ તા. ૨૩ ડીસેમ્બર ૧૮૮૪ ના દિવસે મહારાણા સજજનસિંહ પોતાની પચીસ વર્ષની નાની ઉંમરે થોડા દિવસની બિમારી ભોગવી પરલોક સિધાવ્યા. રાણાશ્રીના સ્વર્ગગમનથી આખા રાજસ્થાનમાં શેક વ્યાપી ગયે. વળી બહારના લોકોને તેમના અકાળ મૃત્યુથી ઘણે જ આઘાત થયે. તે મેવાડના અધિશ્વર હતા. તે પણ તેમને સમસ્ત ભારતવર્ષના આર્ય સંતાનના હદયમાં એવી ઉંડી અસર કરી હતી કે સર્વ હિંદુઓના અધિપતિ માનવામાં આવ્યા હતા. આ વખતે મેવાડના રાજ્યને વિસ્તાર ૧૧૬૧૪) ચોરસ માઈલ હતું. તે ભારતના પાટનગર કલકત્તાથી ૧૧૩૯) માઈલ દૂર છે. શાસન પ્રભાવથી રાજ્યની ઉપજ પુષ્કળ વધી ગઈ હતી, રાજ્યની ઉપજ ૬૪,૦૦,૦૦૦) રૂપીઆની થવા પામી હતી. આ ઉપજમાંથી મહારાણું બ્રિટીશ સરકારને ૨,૦૦,૦૦૦) રૂપીઆ અને ભીલ સેનાના ખરચ માટે ૫૦,૦૦૦) રૂપીઆ આપે છે. સુખ અને શાન્તિના લીધે મેવાડમાં વસ્તી પણ વધવા લાગી. હાલમાં મહારાણા પાસે ૨૫૩) ધનુષ્યો૧૩૩૮) ગોલંદાજે, દ૨૪૦) અસ્વારે અને ૧૩ર૦૦ પાયદળ સિન્ય હતું આ પ્રમાણે રાજ્યને વિસ્તાર અને આવક મેવાડના રાજ્યની , રાણ સજનવિંહના વખતમાં હતી.
મહારાણા શ્રી સાજનસિંહને જન્મ વિ. સ. ૧૯૧૬ ના અષાડ સુદ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com