________________
પ્રકરણ ૨૬ મુ. મહારાણા શ્રી સજ્જનસિંહ
મહારાણા શંભુસિંહના અકાળ અવસાનથી તેમના ભત્રિજા સાહનસિંહ અને શક્તિસિહુથી રાજ્યને કાઇ નતના લાભ થઈ શકે તેમ નહિ.હાવાથી મહારાણા શંભુસિહુને જ્યારે ખચવાની આશા ન રહી ત્યારે બ્રિટિશ સરકારે આપેલા દત્તક લેવાના અધિકાર અનુસારે પેાતાના મોટા ભત્રિજા સજ્જનસિંહને દત્તક લીધા. આ વખતે સજ્જનસિંહની ઉંમર ૧૬ વર્ષની હતી. મહારાણા શંભુસિ’હું પરલેાકવાસી થયા બાદ મેવાડના સિંહાસન ઉપર મહારાણા સજનસિંહ બેઠા કે તરતજ મેવાડના શાસનની વ્યવસ્થા કરવામાં આવી. હેજી મહારાણા વ્હેવારકુશળ નહાતા તેથી શાસન સમિતી સ્થાપન કરવામાં આવી. તેમાં મહેતા ગાકુલ ચંદ અને અર્જુનસિંહ મંત્રી તરીકે નીમાયા. બીજ ચાર સરદારાની સાથે મળી ઉક્ત મંત્રીઓ શાસન ભાર વહુન કરવા લાગ્યા. પાલિ ટિકલ એજન્ટ આ શાસન સમિતીના સભાપતિ બન્યા.
શાસન સમિતી નિમાયા પછી દરેક જાતની શાંતિના અને પ્રજાના લાભના ઉપાચા ચાજવામાં જરાપણ વિલંબ ન કર્યાં. પ્રથમકા મેવાડમાં શિક્ષણપદ્ધતિ નહેાતી અને સરદારી તથા સામામાં વિદ્યાનું પુરેપુરૂં જ્ઞાન નહેતું. તેથી સમિતીએ તેના સારા પ્રચાર કરી મેવાડમાં વિદ્યાનું બીજ રાખ્યું અને મહારાણા સજ્જનસિહુને વિદ્યા આપવાના પ્રમ ધ કર્યાં.
દિવાન જાની અિહારીલાલને મહારાણાના શિક્ષક તરીકે રાખ્યા. તેમણે મહારાણાને સંપૂર્ણ જ્ઞાન આપવામાં જરાપણ કચાસ રાખી નહિ. અને મહા રાણાને અંગ્રેજી, ઉર્દુ, ફારસી, અને માતૃભાષાનું ઘણું ઉત્તમ જ્ઞાન આપ્યુ. આપ્પારાવલના વજમાં રાણુા સજ્જનસિંહે જ પ્રથમ અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવ્યું.
રાજ્યની વ્યવસ્થા ઘણીજ સુંદર રીતે કરી અને દરેક ખાતામાં સારા મારા માણસાની ગાઠવણુ કરી જેથી રાજ્યની ઉપજ પણ વધવા લાગી તેથી વેપારવણજ અને પ્રજાની આબાદી દિવસે દિવસે પગભર થવા લાગી. ઉત્તમ શાસનના પ્રભાવથી મેવાડમાં દરેક જાતની અશાંતિ દૂર થઇ શાંતિ પ્રસરી રહી. રેથી પ્રજા પણ આનંદમાં પેાતાના વિસા યતિત કરવા લાગી.
મહા માનનિય શરતેશ્વરીના મોટા પુત્ર અને ભારતના લાવી સમ્રાટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com