________________
૨૮૪
મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન શાસન સબંધી તમામ શિક્ષા આપવામાં આવી હતી. સિપાઈઓના બળવા પછી ભારતવર્ષના પ્રથમ વાઇસરેઇડ કેનીંગે ભારતવર્ષના સમસ્ત દેશી રાજાઓને દત્તક લેવાનો અધિકાર આપે હતો. તેથી દેશીરાજ્યના અગ્રેસર મેવાડના રાષ્ટ્રને પણુ દત્તક લેવાને અધિકાર પ્રાપ્ત થયા છે.'
સિપાઈઓને બળ શાન્ત થયા પછી ભારત સામ્રાજ્ય ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના હાથમાંથી ઇગ્લાંડની મહારાણું વિકટેરીયાના હાથમાં ગયું. હવે દેશી રાજાઓના સન્માન અર્થે એક જાતની નવો ઉપાધિ યોજવામાં આવી આ ઉપાધિનું નામ “ ભારત નક્ષત્ર” (STAR OF INDIA) છે. મહારાણું શંભસિંહને બ્રિટીશ સરકારે પ્રથમ શ્રેણીના પદક સહિત “ ગ્રેટ કમાન્ડર સ્ટાર ઓફ ઈન્ડીઆ ” મહામાન્ય ઉપાધિથી વિભુષીત કર્યા ઈ. સ૧૮૫૭ ના સિપાઈ એના બળવા પ્રસંગે ઉદયપુરના મહારાણુને બ્રિટીશ સરકારે ઘણીજ સહાય આપી હતી. તેથી જ તેમને પુરસ્કાર સ્વરૂપે આ ઉપાધિ મળી હતી. પણ આ પ્રસંગે અત્યંત અરૂચીકર ઉલ્લેખ કર આવશ્યક છે. અમારા પાઠકેને આ વાત સુવિદિત છે કે સિંધીયા અને હેકરે મેવાડના ઘણા ભાગ પર પિતાને અધિકાર સ્થાપીત કરી દીધો હતો. એ વખતે મહારાણી લિમસિંહ બ્રિટીશ સરકાર સાથે પ્રથમ સંધિ કરી હતી તે પ્રસંગે બ્રિટીશ સરકારે પતિજ્ઞા કરી હતી કે “સુયોગ પ્રાપ્ત થતાં સિંધીયા અને હલકરના અન્યાય પૂર્વક હસ્તગત કરેલા તમામ પ્રદેશ પાછા અપાવવા સારૂ અમારાથી બનતા પ્રયાસ કરીશું.” તે ભાગે બ્રિટશ સરકારની સહાયથી પાછા મળશે એ આશાએજ મિસિંહ
પોતાને સમય વ્યતિત કરતા હતા. અને તેમના પછીના રાણાઓએ પણ પોતાનું જીવન આ આશામાંજ પુરૂ કર્યું હતું. હવે ઈ. સ. ૧૮૫૭ માં જ્યારે ભયંકર બળવો જાગે ત્યારે મેવાડના તમામ રાજપૂત અને રાણા સ્વરૂપસિંહ : બ્રિટીસને વિશેષ સહાય આપી હતી.
આ વખતે મેવાડના પોલિટિકલ એજન્ટ કેપ્ટન સેન્ડર્સને રાષ્ટ્રની દીર્ધકાળની પ્રાર્થના લક્ષમાં લઈ મહારાણાના પૂર્વ તાબાના વિસ્તારીયા પ્રદેશ પર તેમને પૂર્ણ અધિકાર સ્થાપવા માટે રાણાની સેનાને આજ્ઞા કરી. આ આજ્ઞા થતાં જ મેવાડની સેનાએ તે પ્રદેશ હસ્તગત કર્યો.
મહારાણુ શંભુસિંહ વિ. સ. ૧૯૧૮ ના કારતક સુદ પૂર્ણમા તા. ૧૭ નવેમ્બર ૧૮૬૧ ના રોજ મેવાડના સિંહાસન પર બિરાજમાન થયા હતા પરંતુ અફસોસ ! કે તેમને અધિકાર શેડો સમય પણ તેમના હાથમાં રહો નીં. અને ઘણાજ અ૯પ કાળમાં પિતે વિ. સ. ૧૯૩૧ ના આસો વદ ૧૩. તા.૭ ઓકટોબર ૧૮૭૪ ના દિવસે ફકત ૨૭ વર્ષની નાની ઉમરે તેઓશ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com