________________
પ્રકરણ ૨૫ મું.
મહારાણાશ્રી શંભુસિંહ જ્યારે મહારાણ સ્વરૂપસિંહ પુત્ર હીન અવસ્થામાં અવસાન પામ્યા ત્યારે તેમના ભત્રીજા શાર્દૂલસિંહના બાળપુત્ર શંભુસિંહને વિ. સં ૧૯૧૮ ના કારતક સુદ પુર્ણ મા તા. ૧૭ નવેમ્બર ૧૮૬૧ ના રોજ સિંહાસન પ્રાપ્ત થયું. બ્રિટીશ સરકારની સમંત્તિથી શીધ્ર એક શાસન કમીટી સ્થાપવામાં આવી અને તેમાં કેટલા માનવંતા સરદારો નિયુક્ત કરવામાં આવ્યા. આ સભાસદે રાણાના નામથી મેવાડનું શાસન ચલાવવા લાગ્યા પણ તેમને શાસન કરવાનો સંપૂર્ણ હક નહીં મળવાથી બ્રિટીશ સરકારની સલાહ મુજબ શાસન કાર્ય કરવા લાગ્યા. શાસન કમીટી ન્યાય અનુસાર કરવાના બદલે પિનાની ઈચછા મુજબ શાસન ચલાવવા લાગ્યા. તેથી તેનું પરિણામ વિપરીત આવ્યું અને મેવાડમાં ચારે તરફ અત્યાચારને પોકાર થવા લાગ્યું જેથી મેવાડમાં અશાતિ પેદા થઈ.
પોલિટિકલ એજન્ટની સલાહને બીલકુલ ઉપગ સમીતીના સભ્યોએ લેવાની તસ્દી જ લીધી નહીં તેથી બ્રિટીશ સરકારે શાસન ચલાવવાની નવિન પદ્ધિત કરવાનો નિશ્ચય કર્યો. પણ મેવાડનું શાસન ચલાવી શકે તેવો લાયક માણસ કઈ દેખાય નહિં આથી નવી સમીતી કરવાનો વિચાર માંડી વાળ્યો. પરંતુ દિલગીરી સાથે કહેવું પડે છે કે “મેવાડનું શાસન ચલાવે છે તે બુદ્ધિશાળી કોઇપણ સરદાર પોલિટિકલ એજન્ટને જણા નહિં એ વિશ્વાસ પાત્ર નથી, તેનું કંઈ પણ કારણ ગુપ્ત જ હોવું જોઈએ.” વળી એક શાસન સમીતી
સ્થાપવામાં આવી અને તેના સભ્ય તરીકે ત્રણ જણને નક્કી કરવામાં આવ્યા. તેમાંના એક સામંતને સભાપતિ બનાવ્યું. પોલિટિકલ એજન્ટે જ આ સભાપતિ ચુંટી કાઢી હતે પણ સરળ સ્વભાવના રાજપૂત સામતે જણાવ્યું કે “ જ્યાં સુધી પુરેપુરી સત્તા આપવામાં આવે નહીં ત્યાં સુધી હું શાસનની સેવા બજાવી શકીશ નહીં ” બ્રિટીશ સરકારની ઈચ્છા સામંતને સંપૂર્ણ સત્તા સંપવાની હતી જ નહીં. તેથી પોલિટિકલ એજન્ટ પિતે જ સભાપતિ બન્યો અને બીજા બે રજપૂત સાધારણ સભ્ય બન્યા.
પોલિટિકલ એજન્ટે શાસન ભાર ગ્રહણ કર્યો તેથી મેવાડમાં સુધારા વધારાની વૃદ્ધિ થતાં વાર લાગી નહીં. અને તમામ અવ્યવસ્થા દૂર થઈ શાતિ સ્થપાઈ ગઈ બ્રિટીશ સરકારની આ વ્યવસ્થા ઘણો જ પ્રસંશા પાત્ર બની બ્રિટીશ સરકારે મહારાણાને રાજ્યશિક્ષા (શિખામણ) આપવાને આજ્ઞા કરવાથી તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com