________________
મહારાણા શ્રી સ્વરૂપસિંહ
૨૮૧
મહારાણા અને સામંતા વચ્ચે વિગ્રઢ ચાલતાજ રહ્યો અને તે હકીકત સામતાએ બિટીશ સમક્ષ પેાતાની કેફીયત રજી કરી. રાણાએ જે પ્રમાણે રાજ્ય શાસન ચલાવવું જોઈએ તે પ્રમાણે ન ચલાવતાં પાતે કટારતાથી સામતા અને સરદારી પર પેાતાની હકુમત ચલાવે છે. આવી હકીકત જ્યારે બ્રિટીશ કૂત આગળ કહેવામાં આવી ત્યારે આ વિવાદનું પરિણામ મેવાડના રાજ્યને અને સામતાને નહી પણ સારોય પ્રજાને ઊગવવું પડયું. સામતાની સામે રાણાએ જેમ મસ્તક ઉંચું કર્યું તેમ સામંતા અને સાલુમ્બ્રાના જાગીરદારીએ પણ તેમના સામે મસ્તક ઉંચુ કર્યું. અને રાણાજીનું બળ ઘટાડયું. આવી રીતે પરિસ્થિતિ અગડવાથી બ્રિટીશ સરકારને વચ્ચમાં નાખી. આ ઝઘડાના અંત લાવવા સારૂ મહારાણાએ વિચાર કર્યાં. તેજ વખતે બ્રિટીશ સરકારે પણ પેાતાની સત્તા વધારે મજબૂત કરવા સારૂ વિચાર કર્યાં. ઈ. સ. ૧૮૫૫ માં સુર ઢુન્નો લેરેન્સે એક નવિન સધિ—પત્ર બનાવ્યા આ સધિ—પત્ર વાંચવાથી મહાત્મા ટાપુ મેવાડના માટે અપાર હૌત કર્યું હતું. તે માણસમાં કેટલું સામર્થ હાવું જોઈ એ.
પ્રસ્તુત ઠરાવ ઉપર કેવળ મહારાણા અને ચાર પ્રધાનેાની સહુિએ થઈ તેથી પાલિટિકવ એજન્ટને વિશેષ સત્તા મળી, મહેતા શેરસિહની જે સૌંપત્તિ મહારાણાએ છીનવી લીધી હતી, તે આ નવા કરારનામા અનુસાર તેમને પાછી આપવા માટે મહારાણાને ઘણેાજ આગ્રહ કર્યો હતા. ઈ. સ. ૧૮૬૧ માં તે સૌંપત્તિ પાછી સોંપી અને એજ વર્ષમાં મહારાણા સ્વરૂપસિંહ તા ૧૬ નવેમ્બર ૧૬૮૧ ના રાજ પરલેાક સિધાવી ગયા. મહારાણા સ્વરૂપસિ’હુએ પાતાના નામના સિક્કા વિ. સ ૧૯૧૮ ના કારતક સુદ ૧૪ ના રોજથી ચાલુ કર્યાં હતાં તે અદ્યાપી ઉદયપુરમાં પ્રાપ્ત થાય છે.
આ વખતે મેવાડના રાજ્યના વિસ્તાર ૧૧૬૧૪ ચારસ માઈલના હતા. અને જન સંખ્યા ૧૧,૬૧,૪૦૦ ની હતી રાજ્યની એકદર ઉપજ ૪૦,૦૦,૦૦૦ ની હતી, તેમાંથી ૧૨,૦૦,૦૦૦ની ઉપજ સામાને જતી હતી. પરંતુ તેમાંથી છઠ્ઠો ભાગ રાણાજીને કર તરીકે આપતા હતા. જે ખંડણી બ્રિટીશ સરકારને આપવામાં આવતી હતી તે ઉપરાંત બીજી ૧૪,૦૦,૦૦૦ ની ઉપજ મહારાણાને થઈ હતી.
ઈ. સ. ૧૮૫૭ ના બળવામાં રાણાજીએ બ્રિટોશ સરકાર સાથે ઉત્તમ વન રાખ્યું હતું. મહારાણાએ અગ્રેોને આશ્રય આપ્યા હતા. અને તેમને તમામ જાતની સગવડ કરી આપી હતી. અને તેમના ભય દૂર કર્યાં હતા. તેના અદલામાં બ્રિટૌશના તામે જે નિમચ, જાઇ, અને ગઢવાડા નામના ત્રણ પ્રદેશ હતા તે તેમને પાછા સોંપ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com