________________
પ્રકરણ ૨૪ મું
મહારાણું શ્રી સ્વરૂપસિંહ જ્યારે મહારાણા સરદારસિંહ અવસાન પામ્યા તે વખતે મહારાષ્ટ્ર સ્વરૂપસિંહજીની ઉંમર ૨૮ વર્ષ ૬ મહિના ૧૦ દિવસની હતી. અને તેઓ વિ. સ. ૧૮૯ ના અષાડ સુદ ૮ તા. ૧૫ જુલાઈ ૧૯૪૨ ના રોજ ગાદી ઉપર બિરાજમાન થયા તે વખતે દરેક સરદાર અને જાગીરદારોએ પિતપોતાના રિવાજ મુજબ સૌએ નજરાણું કર્યું. ત્યાર પછી હિંદુસ્તાનના ગવર્નર જનરલ લેડ એલેમ્બરાને એક ફારસી ખરીતે તથા માતમપુષી તથા ગાદીનશીનની બાબત મહારાણાનું નામ આવ્યું.
આ સિવાય બીજા ઘણા રાજાઓના ગાદીનશીનના દરબાર વખતે કિંમતી પિષાકે, ઘોડા, હાથી વિગેરે ઘણું જ નજરાણું આવ્યું હતું. પરંતુ મહારાણા સ્વરૂપસિંહ ગાદીનશીન થયા તે વખતમાં મેવાડમાં વેપાર બીલકુલ મંદ હતે. લોકેની તેમજ વેપારીઓની સ્થિતિ પણ ઘણી જ શોચનીય દશામાં હતી. વળી રાણાજી સરદાર સાથે વિવાદ કરવા પ્રવૃત થયા. પણ ત્યાં તેમને યશ મત્યે નહિં અને વિરૂદ્ધ પક્ષ તરફથી રાજ્યમાં ઘણજ અશાંતિ વધતી ગઈ અને સર્વ સામંતે રાણને દુશમન ગણવા લાગ્યા.
મહારાણું સ્વરૂપસિંહે તેફાની સામંતનું દમન કરવાને ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. અને ઘણી ક્રૂર રીતે શાસન ચલાવવા માંડયું. રાણા સરદારસિંહને જે સામતે નમ્યા હતા. તે સામંતે પણ રાણ સ્વરૂપસિંહના કટ્ટા શત્રુ બની ગયા. રાણા અને સામતાની વચ્ચમાં ઘણું જ દારૂણ અગ્નિ સળગી ગયે. તેને શાંત કરવા સારૂ બ્રિટિશ સરકાર તરફથી કર્નલ લેફટનન્ટ અને રવીન્સને ઉભય પક્ષો વચ્ચે સંધી કરાવવા સારૂ ની.
- તા. ૮ ફેબ્રુઆરી ૧૮૪૫ ના દિવસે બંને પક્ષોને સંધી થઈ રાણા અને સામંત વચ્ચે સંધી થઈ ખરી પણ રાજ્યમાં અવ્યવસ્થા ઘણી જ વધતી ગઈ અને ઉપજ ઘટવા લાગી. તેથી બ્રિટિશ સરદારને ખંડણી ઓછી કરવાની રાણુએ પ્રાર્થના કરી. મેવાડની આવી શોચનીય દશા જોઈ બ્રિટિશ સરકારે ઈ. સ. ૧૮૪૬ માં ખંડણી તરીકે ત્રણ લાખ રૂપીયા લેવાના નકકી કર્યો પણ તે ન આપવાની અશક્તિ રાણાએ જાહેર કરી ત્યારે ફરી ઈ. સ. ૧૮૪૬ માં બે લાખ રૂપીઆ લેવાને સ્વિકાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com