________________
વનવીરને રાજ્યાભિષેક
૪૩ આ પ્રમાણે અનેક સ્ત્રી પુરૂએ પિતાના આત્માની આહુતી ચિત્તોડ માટે આપી, પિતાના નામ અમર કરી ગયા છે. અને આજે સુવર્ણાક્ષરે અંકિત કરી ગયા છે. તે વસ્તુને વિચાર કરતાં ક્યા પુરૂષને પિતાની જન્મભૂમી માટે માન ન ઉપજે !
આ પ્રમાણે સીદીયા વંશની કુળદેવીએ અનેક વખત મુસલમાનના આક્રમણથી છેવટની ઘડીએ પણ પોતાની માતૃભૂમીને બચાવી છે. અને ક્ષત્રિઓનું બિરૂદ સાચવ્યું છે. પરંતુ આ ત્રીજી વખતના ચિત્તોડ પર આવેલા ઘર સંકટ સમયે બાપા રાવલનો કયે વંશજ પ્રાણુતને દાવ ખેલી ચિત્તોડની દેવીને પ્રસન્ન કરશે ? “ ભગવતિ ચામુંડ” આ પ્રસંગે કયા વિરનું રૂધીર પી ચિત્તનું રક્ષણ કરશે, આવા કટોકટીના વખતે ભયંકર સંગ્રામમાં કઈ પણ સસો વર આવ્યો નહીં. હવે શું થશે ? કાંઈ પણ ઉપાય રહ્યો નહીં, ચિત્તોડનું શોચનીય અને ભીષણ અધ:પતન થવાનું હોય, ચિત્તોડના સ્વાધીનતાને સૂર્ય સદાને માટે અસ્ત થવાનું હોય, ત્યાં મેહમાયી મહામાયા અંતર્યાન થઈ ગઈ, જે ગુઢભાગ્ય સૂત્રે ગિત કુળને આટલા દીર્ઘકાળ પર્યત બાંધી રાખ્યું હતું. તે સૂવ પણ સદાને માટે ત્રુટી ગયું, જે મહાદેવીએ વિપત્તીના સમયમાં સમર્સિડની ઉંભય આંખો ખેલીને ગંભીર સ્વરે કહ્યું હતું કે “હિંદ ગૌરવ લુપ્ત થવાની અણી પર છે, જેણે ચિંતાના વમળમાં પડેલા લક્ષમણસિંહના સન્મુખ પ્રગટ થઈને બાર રાજકુમારને “બલિ” માગ્યું હતું, તે ચિત્તોડની મૂર્તિમંત સ્વાધિનતા લક્ષમીદેવી ચતુર્ભુજા હતભાગી ઉદયસિંહની કાયરતા જોઈને સદાને માટે ચિત્તોડને પરિત્યાગ કરી ગઈ! તેની સાથે રાજપુત જાતીની એક મહાન શ્રદ્ધા નાશ પામી ! જે શ્રદ્ધાબળથી તે લેકે ચિત્તોડપુરીને પવિત્ર સનાતન ધર્મને અને સ્વાધિનતાને દુય દુ માનતા હતા, તે મહાન શ્રદ્ધા હવે તેમના હૃદયમાંથી લુપ્ત થઈ ગઈ. હવે તેમાં તેને માત્ર એક મિથ્યા કપના ગણવા લાગ્યા.
આ પ્રકારનો પવિત્ર વિશ્વાસ એ રાજપૂતની અપૂર્વ દેશભક્તિ, જીવન શક્તિ અને દેશરક્ષાની મહાશક્તિ છે. આ મહામંત્રથી દીક્ષીત થઈને અનેક દેશના રાજાઓએ સ્વદેશની રક્ષાને માટે રણક્ષેત્રમાં પ્રાણુના ત્યાગ કર્યા હતા. ઈતિહાસમાં અનેકવાર રાજપુતોના અસીમ ગુણોની પ્રશંસા કરવામાં આવી છે. અમે માનીએ છીએ કે આ વિશ્વાસ જ સદા તેમના વિજ્યની કુંચી હતી.
અકબરે ચિત્તોડ પર બેવાર આક્રમણ કર્યું હતું, પહેલી વખતના આક્રમણમાં અકબરને પરાજીત થઈ નાશી જવું પડ્યું હતું. અને તેને લડાઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com