________________
વીર કેરારી દયાળશાહ
૧૬૭
દયાળ ત્યાંથી ચાલી નીકળ્યો અને રાજ મહેલમાં આવી રણજીતને બોલાવી કહ્યું કે “ આ મહાત્મા ચૌગાનમાં આવેલા છે તેના ઉપર નજર નાંખતા રહેજે કારણકે મને તેમાં કાંઈ શંકા લાગે છે.” આ પ્રમાણે રણજીતને સૂચના આપી. વાંચકવર્ગ ! હવે આપણે ભાવી શું કરે છે તે જોઈએ. - આ સમયે ઉદયપુરમાં મંત્રી દયાળશાહની રાજ્ય પ્રણાલીકા એવી ઉત્તમ હતી કે મેવાડની સારીએ પ્રજાના હૃદયમાં આનંદ અને સનેહભાવ ઉભરાઈ રહ્યા હતાં એ સમયમાં મંત્રી દયાળશાહ હંમેશા પ્રજાની સેવા કરવા સારૂં ફરવા નીકળતા હતા. તેવી રીતે આજે પણ રાતના બાર વાગે તેઓ ઘોડેસ્વાર થઈ સાંકડી ગલીમાંથી ચાલ્યા જાય છે. તેવામાં અચાનક ચાર પાંચ માણસેએ આવી દયાળશાહ ઉપર કાળા બુરખા નાખી દેરડા વતી મુશ્કેટોટ બાંધી ઘોડા સાથે પકડી તે લેકે અરવલ્લીના પહાડની ખીણ તરફ ચાલ્યા ગયા.
પાટીદે દયાળશાહની વાટ જોતી ત્રણ વાગ્યા સુધી બેસી રહી હતી પણ દયાળશાહ ન આવ્યા તેથી રણુજીતને બોલાવ્યો અને મંત્રીશ્વરની ખબર કાઢવા કહ્યું. જેથી રણજીત તરતજ તપાસ કરવા લાગ્યા. ચારે દિશા ફરી વળે પણ દયાળને પત્તો ન લાગે. તેથી તેને વહેમ ગયો કે જરૂર આ કાવત્રુ પેલા મહાત્માનું જ હોવું જોઈએ કારણ તે જે જગ્યાએ હતો ત્યાં અત્યારે નથી, માટે જરૂર તેનું જ કાવત્રુ છે. એમ વિચાર કરી તરતજ રણજીત તેના ચુનંદા સવાર સાથે અને પાટમદે પણ પુરૂષના પિષાકમાં સજજ થઈ તરત જ અરવલ્લીના પહાડ તરફ ખબર કાઢવા જાય છે તેવામાં જ રાણા જયસિંહનો માણસ આવ્યા કે –
મહારાણાને પણ કેદ કરી લઈ જવામાં આવ્યા છે આ હકીકત સાંભળી પાટમદેએ વિચાર્યું કે આ કાવત્રુ ઘણું જ ભયંકર છે વળી આગળ જતાં બીજા દસબાર સ્વારો સામા મલ્યા, તેથી પાટમદેએ પૂછયું કે તમે કઈ તરફ જાવો છે?
અમે હાડીરાણીના હુકમથી મંત્રી દયાળશાહના મકાનને જતી કરવા જઈએ છીએ. સ્વાએ જવાબ આપ્યો
ભલે ખુશીથી જાવ. રણજીત તથા પાટમદે સમય ઓળખી કોઈપણ જાતની આનાકાની કર્યા વગર મંત્રી દયાળશાહના પ્રાણ બચાવવા અરવલીના પહાડ તરફ ચાલતાં થયાં.
દયાળશાહને કેદ કર્યા પછી તેઓ પહાડની ખડક ઉપર આવ્યા અને કહ્યું છે પૂહિતજી , આ સિંહનો શિકાર, જે કામ ભલભલાથી ન થાય તે કાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com