________________
૨૫૭
મહારાણા શ્રી ભિમસિંહ
બધો વધાર્યો હતો કે તે લખતાં પૃષ્ઠના પૃષ્ઠ ભરાય તેમ હોવાથી આગળ ન લંબાવતાં આટલું જ બસ છે? “કે કૃષ્ણકુમારીના રૂપને પુજારી માનસિંહ થયે હતો અને તેણે કઈ હિસાબે જયપુરના રાજા સાથે કૃષ્ણકુમારીને વિવાહ થવા ન દેવો અને પોતે પરણવાનો નિશ્ચય કર્યો. ” તેથી જ પોતે કલેશને વધારે કરી મેવાડના રાણાને ધમકી આપવા લાગ્યો હતે આખરે બંનેને સામસામા યુદ્ધ થયા, તેમાં કેઈ ફાવ્યું નહીં અને સર્વની શક્તિને વ્યય એવો થયો કે જેથી દુશ્મને ફાવી ગયા અને કૃષ્ણકુમારીને ભેગ અપાયે હતો.
વળી આથી માનસિંહના લશ્કરમાં ફૂટ પડી હતી અને પિતે હતાસ થઈ ગયે હતું જ્યારે પોતે આત્મઘાત કરવા તૈયાર થયે અને તેના સામંતના જાણવામાં આવ્યું કે તરત જ દોડીને માનસિંહના હાથમાંથી તલવાર ઝુંટવી લીધી અને જોધપુર લઈ ગયા, જોધપુરના દરવાજા બંધ કર્યા અને છ મહિના સુધી અંદર રહીને જ લડયા પણ છેવટે જોધપુર દુશ્મનના હાથમાં જ ગયું તેમાં લુંટફાટ ચલાવી શહેરને પાયમાલ કરી મૂકયું હતું આ વખતે સૈન્યમાં કલહ ઉત્પન્ન થયે એટલે જગતસિંહ મરણના ભયથી નાસવા લાગ્યો અને લુંટ કરીને મેળવેલ તમામ માલ-મિત જયપુર મોકલવા માંડે. પણ અધવચમાં જ રાઠોડાએ તે તમામ માલ-મિત લુંટી લીધા, જગતસિંહ મહામુશીબતે પિતાના પ્રાણ બચાવી નાસી આવ્યો પણ પિતાના સન્યની જે દુર્દશા થઈ છે તે લખવાની શક્તિ અમારી લેખણીમાં નથી.
ખરાબ મુહુર્તમાં જ કૃષ્ણકુમારી સાથે વિવાહ કરવામાં આવેલ તેનું જ પરિણામ ભોગવવું પડયું. જ્યારે કૃષ્ણકુમારીના ઉત્તમ ગુણે અને ગંભીરતા તથા પિતાનું પવિત્ર ચારીત્ર એટલું બધું જીવનની સાથે ઓતપ્રેત હતું કે આજે કૃષ્ણકુમારીનું નામ સાંભળતાં જ દરેક મેવાડીના આત્માને તેના ગુણેનું સંભારણું યાદ આવે છે કૃષ્ણકુમારીનું મોત થયું તેને ઉત્પાદક માનસિંહ અને તેને મિત્ર અમીરખાં હતે.
અમીરખાંની આગળ મહારાણા ભિમસિંહ એક કાષ્ટની પુતળી સમાન હતો. તેથી જ અમીરખાંએ કહ્યું હતું કે “કૃષ્ણકુમારીને વિવાહ માનસિંહ સાથે કરે, નહીં તે તેને વધ કરો.” પણ આવી ભયંકર પરિસ્થિતિ હતભાગી, હિચકારા, અભાગી, અને બીકણું રાણાએ બાપારાવલની કિતિને કલંક લગાડયું હતું આખરે તે કામ લતસિંહ નામના રાજપૂતને સોંપવામાં આવ્યું આ કઠોર હૃદયના મનુષ્યના હાથમાંથી છૂરી પડી ગઈ અને જ્યારે મહારાણીને ખબર પડયા કે વનવાસમાં રડારોળ થઈ રહી છે, ત્યારે રાણી માથુ પટકવા લાગી છતાં પણ
૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com