________________
૨૫૮
મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન મહારાણા હિમસિંહને તેની અસર થઈ નહીં. છેવટે જ્યારે ઝેર આપવાને હુકમ કર્યો ત્યારે એક દાસી મારફત ઝેર મોકલ્યું પણ તે ઝેર બહાદુર દેવી ભારત લક્ષમી કૃષ્ણાકુમારીએ બીલકુલ સંકોચ રાખ્યા વગર ઝેર પી લીધું, અને પિતે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું કૃષ્ણકુમારીના પરલોક ગયા પછી તેની માતાએ અન્ન-જળને ત્યાગ કરી સર્વ વૈભવને તિલાંજલી આપી પોતે પણ પુત્રીને માર્ગે ચાલી, કૃષ્ણકુમારીના મૃત્યુના સંબંધમાં દુષ્ટ અજીતસિંહ પણ ભેગે જ હતો આમાં એજ દુષ્ટને હાથ હતો. કારણકે એ પાપીએ જ અમીરખાંને ઉશકેર્યો હતે.
આવી અનેક ઘટનાઓ મેવાડની પવિત્ર ભૂમિ પર થવા લાગી જેથી મેવાડની દુર્દશા થવામાં બાકી રહી નહીં. અમીરખાંની પ્રતિષ્ઠા હેલ્કરના રાજ્યમાં ઘણી જ સારી હતી તેને દ્રવ્ય પણ સારૂં સંપાદન કર્યું હતું. આખરે બ્રિટિશ સરકારે અમીરખાને કહેણ મોકલાવ્યું કે, “તમો હાલ્કરને પક્ષ ત્યાગ કરી અમારા પક્ષમાં આવે તો અમે તમને ઘણીજ જાગી અને પ્રગણ આપીશું. શરત એટલી જ કે તમારે તમારી સેનાને નિશસ્ત્ર બનાવવી પડશે” આ પ્રમાણે શરત મંજૂર રાખી બ્રિટીશ સરકારની છાયા નીચે નવાબ અમીરખાં રહ્યો અને તેની રાજધાની ટાંકમાં કરી.
ત્યાર પછી બ્રિટીશ સરકારે મેવાડના રાણુ સાથે સંધી કરી તે પ્રસંગ મેવાડના માટે માંગળીક હતો. જે ભૂમિની હાડ–ચામ અને નસો તૂટી ગઈ હતી તેજ ભૂમિમાં આજે શાન્તિનું જળ સિંચવાનું બ્રિટીશ સરકારે શરૂ કર્યું. તેથી મેવાડને ભયંકર પ્રપંચી અત્યાચારી ઓના જુથી બચાવી લીધું.
ઈ સ. ૧૮૦૬ ની વસંત ઋતુમાં અંગ્રેજોએ મેવાડની સ્મશાનવત ભૂમિમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરતાં જ તેમના આત્માને શેક થયે કે જે મેવાડ એક વખતમાં રાજ્યસ્થાનમાં નંદનવન સમું હતું, જે મેવાડ શૂરાઓનું કેન્દ્ર સ્થાન હતું, જે મેવાડ સ્વમાન સાથે પોતાના પ્રાણ આપવા તૈયાર થતું. તેજ મેવાડને બ્રિટીશ સરકારે દેખ્યું ને શેક કરવા લાગ્યા. આ વખતે મેવાડની ભૂમિમાં કામ કામ ખંડીયા માલુમ પડતા હતા, જ્યાં જ્યાં દષ્ટીપાત કરવામાં આવે ત્યાં ત્યાં હદય ભેદક ભયંકર મૂર્તિઓ ટીચર થતી હતી ઘણુ સ્થાને ઉજજડ થઈ ગયાં હતા, ખેડુતે પાસે અનાજ નહતું. જ્યાં દ્રષ્ટી કરી દેવામાં આવે ત્યાં ઘણીજ કંપારી છુટે તેવી સ્થિતિ જોવામાં આવતી હતી. સુંદર સુંદર મહાલય પણ ખંડીયર બની ગયા હતાં જ્યાં મરાઠાઓની પધરામણી થઈ છે ત્યાં આથી પણ વધારે ભયંકર બનાવો બન્યા છે. પણ છેવટે તેઓને તેમના પાપનું પ્રાયશ્ચિત ભેગવવું પડયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com