________________
મહારાણા શ્રી ભિમસિંહ
અંબાજીએ મેવાડની પુષ્કળ લક્ષમી લુંટી હતી પરંતુ પાછળથી સર્વ સંપત્તિ તેને આપી દેવી પડી હતી તેની કઠોરતા અને સ્વાર્થ પરાયણતાને લઈને મેવાડને ભારે નુકશાન થયું હતું, તેનું ફળ તેને તાત્કાલીક મળી ગયું. જે સિંધિયાની સહાયથી તેના સૌભાગ્યના સૂર્યને ઉદય થયે હતો તેજ સિંધિયાને અનાદર કરી તેને ગ્વાલીયરમાં પોતાની સ્વાધીનતાને ડંકા વગડાવ્યો હતો. આથી સિંધીયા તેને પ્રચંડ શત્રુ બની ગયો હતો. આખરે અંબાજીને પકડયો અને તેના હાથ પગની આંગળીએ બાળી મુકી તેની તમામ સંપત્તિ ઝુંટવી લીધી.
અંબાજીથી પિતાની સંપત્તિને હુંટાતી જોઈ ન શકવાથી તેના સમક્ષ પડેલી છૂરીથી પોતે આત્મહત્યા કરવા વિચાર કર્યો, તેના હૃદયમાં છૂરી મારી તે ખરી પણ તેનું મત્યુ થયું નહિ. આ વખતે અંગ્રેજ દ્વતની સાથે જે ઠેકટર હતું તેને તાત્કાલીક ઘાવ સીવો લીધે જેથી તેના પ્રાણ બચી ગયાં. તે નિસ્તેજ થઈને પડ હતું, તેના ખજાનાની ચાવી તેના હાથમાં આવી આ વખતે અંબાજીની પાસેથી રૂપીઆ પંચાવન લાખની પ્રાપ્તિ થઈ હતી. તે પછી સિંધિયાએ બે વખત પિતાને સુ ષનાવી મેવાડ પર મોકલ્યો હતો પણ તે બહુ વખત સુધી આ પદ ભેગવી શકે નહિં અને થોડાંક સમયમાં પરલોક વાસી થયા. કહેવાય છે કે અંબાજીના મરણ પછી તેની તમામ સંપત્તિ જાલિમસિંહના હસ્તામાં આવી.
રાણુજીના મંત્રીએ સીત્તેર હજાર રૂપીઆ યશવેતરાવ ભાઈને આપી કમલમેરને કિલે લઈ લીધો. આટલા પૈસા ભેગા કરવા માટે જુદી જુદી ભૂમિઓ જુદા જુદા માણસોને ઈજારે આપી દીધી. દુરાચારી અમીરખાંએ ઈ. સ. ૧૮૦૯ માં પોતાની પંચડ સેનાને સાથે લઈ મેવાડ પર ઘેરો ઘાલ્યો. અને રાણીની પાસે અગીયાર લાખ રૂપીઆની માગણી કરી “જો તમે માંગણી નહિ સ્વીકારે તે તમારૂ એકલીંગજીનું મંદિર તોડી નાંખીશ અને મેવાડને પાયમાલ કરીશ.”
આ વખતે મહારાણામાં અગીયાર લાખ રૂપીઆ અમીખાને આપવાની શક્તિ ન હતી પણ રૂપીઆ આપ્યા સિવાય બીજો ઉપાય ન હતો તેથી છેવટે નવ લાખ રૂપીઆ આપવાને સ્વીકાર કર્યો પરંતુ રાણાથી આટલા રૂપીઆ ભેગા થઈ શશયા નહીં ત્યારે કૂર અમીરખાંએ રાણાના દૂતનું ભયંકર અપમાન કરી તેના પર અત્યાચાર કરવા માંડયો. તેમાં મંત્રી કિશનદાસપલ ઘાયલ થયે
૫૯. કર્નલ ટાઇ જણાવે છે કે કિશનદાસ આ વિપત્તિના સમયમાં સદા મારી પાસે રહતે હતા, રાણા અને કર્તલ ઠોડની વચ્ચે પાનાલાપ થતો ત્યારે કિશનદાસ દુભાષિયાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com