________________
પ્રકરણ ૨૨ મું
મહારાણા શ્રી જવાનસિંહ કાળચકની અજબ ઘટના છે. મહારાણા ભિમસિંહ સ્વર્ગવાસી થયા પછી તેમના પાટવીકુમાર જવાનસિંહને જન્મ વિક્રમ સંવત ૧૮૮૫ ના ચૈત્ર સુદ ૧૫ તા. ૩૧ માર્ચ ૧૮૨૮ના રોજ સંધ્યાકાળ સમયે રાજ્યાભિષેક થયો હતો. તેથી મહારાણું જવાનસિંહ રાણા જ પિતૃભક્ત હતા મહારાણા શ્રી બિમસિંહને સ્વર્ગવાસ થતાં તેઓશ્રી ઘણાજ ઉદાસ અને ગમગીન થઈ ગયા હતા અને તેથી સમસ્ત દેશની પ્રજાને પણ ઘણો શોક થયો હતે.
મહારાણા મિસિંહ પિતાની પ્રજા પર ઘણે વાત્સલ્યભાવ ધરાવતા હતા. અને પ્રજાનું પાલન કરતા હતા, તેવી રીતે રાણા જવાનસિંહ પણ પિતાની જ પ્રતિજ્ઞાનું પાલન કરવા લાગ્યા. જેથી પ્રજામાં દરેક રીતે શાંતિ અને પ્રેમ દિવસે દિવસે વધતો ગયે. તેથી મેવાડની પરિસ્થિતિ સુધરવા લાગી. આથી રાજ્યને નાણાની જે તંગી હતી તે ધીમે ધીમે એાછી થવા લાગી. જ્યારે ગવરમેન્ટની ખંડણી વખતસર ન આપી શકવાથી ગવરમેન્ટ તરફથી ઉઘરાણી થવા લાગી ત્યારે રાણા જવાનસિંહ ચિંતાતુર થવા લાગ્યા.
વિક્રમ સંવત ૧૮૮૨ ના ચિત્ર સુદ ૧૦ તા. ૧૫ માર્ચ ૧૮૨૯ ના દિવસે ગવરમેન્ટ તરફથી કપ્તાન કેક સાહેબ ટીકાને દસ્તુર લઈ આવ્યા હતા. તેજ વખતે એક મોટો દરબાર ભરવામાં આવ્યો હતો. આ દરબારમાં ગવરમેન્ટના તરફથી આવેલ ટીકાને પિષાક નજર કર્યો હતે. તેમાં એક હાથી બે ઘડા એક હાલ એક તલવાર એક સરપાવ એક મોતીની માળા અને એક સપૅચ પણ મહારાણાશ્રીને આપવામાં આવ્યાં. ત્યાર પછી મહારાણાશ્રએિ કપ્તાનને પણ ફતેહલત નામને એક હાથી તુરંગરાજ નામનો એક છેડે એક કંઠી એક સપેચ અને એક સરપાવ તથા તેના દિકરા માટે હાથની સેનાની એક વીંટી તથા આસીસ્ટન સાહેબને એક સપૅચ અને એક મોતીની માળા ભેટ આપી હતી.
વિક્રમ સંવત ૧૮૮૬ ના ચત્ર વદ ૬ તા. ૨૭ માર્ચ ૧૮૨૯ ના દિવસે કેફ સાહેબને રેસીડેન્સીની કેડી પર મહારાણાને મહેમાન તરીકે બોલાવીને હાથી વિગેરેનું ફરી નજરાણું કરવામાં આવ્યું અને ગાદીનશીનને જે રીતે લાવ્યા હતા તે આપવામાં આવ્યું. આ પ્રમાણે ગવરમેન્ટ સાથે સબંધ વધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com