________________
મહારાણા શ્રી ભિમસિંહ
જનરલ સર આર ડકન સેના લઈ તૈયાર થયે. દરેક ઠેકાણે પિતાની કુનેહબાજી અને શૂરવીરતાથી અંગ્રેજ સેનાપતિએ સર્વ કિલાઓ હસ્તગત કરી મેવાડમાં રાજ્યમાં સંયજી દીધું અને કમલમેરના કિલ્લાને અધિકાર પિતે લઈ લીધે.
- કમલમેર અને ઉદયપુરને લગભગ ૧૪૦ માઈલ દૂર હશે આ વખતે એ અંગ્રેજ જણાવે છે કે કમલમેરથી ઉદયપુર આવતાં ફક્ત બેજ શહેર મલ્યા અને બાકી તમામ વિસ્તાર ઉજજડ અને શુન્યકાર હતા. મનુષ્યનું જરા પણ ચિન્હ નહતું અને વસ્તી તે હતી જ નહિં. મોટા મોટા રાજ્ય માર્ગો પણ શૂન્ય સ્મશાનવત્ બની ગયા હતાએક વખત રમણિય નંદનવન સમી ભૂમિની આજે આવી ભયંકર દશા! શું વિધીની વિચિત્રતા મેવાડમાં ભીલવાડા નામનું શહેર હતું. બાર વર્ષ પૂર્વે અર્થાત ઈ. સ. ૧૮૦૬ ના મે માસમાં જ્યારે અંગ્રેજને દૂત નગર તરફ ગયા ત્યારે તે વખતમાં ૬૦૦૦ છ હજાર કુંટુંબો રહેતા હતા. અને આ નગર ઘણું જ ઉત્તમ કેટીનું ગણાતું હતું પરંતુ હમણાં ઈ. સ. ૧૮૧૮ ના ફેબ્રુઆરી માસમાં પૂર્વેની વસ્તીને પત્તેજ લાગતો નથી. અને ભીલવાડાના રાજમાર્ગ ઉપર એક પણ જીવંત પ્રાણું મળ્યું નહિં. ફક્ત એકજ કુતરે એક જૈન મંદિરમાં બેઠે હવે તે પણ અજાણ્યા માણસને જોઈ તરત નાસી ગયો. આ દશા જોઈ કોના મનને લાગી ન આવે ? એક સૈનીકે તે દેવાલયના આદિનાથ નામના ભગવાનને પિતાનું લાલ વસ્ત્ર ઓઢાડી તેનું શરીર ઢાંકયું હતું. જૈનોના મંદિરોની આ દુર્દશા હતી.
મહારાણાએ બ્રિટિશ દૂતને માન સહિત લાવવા માટે પિતાના સરકારને એક અંગ્રેજ પિતાની છાવણી નાથદ્વારામાં નાખી પડયે હતે. રાણાજીને સરદાર પિતાની સેના લઈ ત્યાં જઉં બ્રિટિશ એજન્ટને મળે અને ઉદયપુર લઈ આવ્યો. તે વખતે ઉદયપુરને ઘણી જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને બ્રિટિશિ દૂતને માન આપવા માટે ઘણીજ ઉત્તમ પ્રકારની યોજનાઓ કરી હતી. એ વખતે કમલમેરનો કિલે પણ અંગ્રેજ સરકારને અર્પણ કરવામાં આવ્યા હતો રાણાજીને મોટા કુમાર જવાનસિંહ ઉત્તમ પોષાક અને વસ્ત્રાલંકાર સજી અસંખ્ય સામંત અને નાગરીકોને સાથે લઈ જઈ બ્રિટિશ એજન્ટને માન આપ્યું અને ઘણું જ ઉત્સાહપૂર્વક પાટનગરમાં તેડી લાવ્યા. આ વખત શેભાનું વર્ણન કરવાને લેખકની શક્તિ બહારની વાત છે. પણ એટલું બધું ઉત્તમ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું કે આવું સ્વાગત મેવાડમાં કોઈ વખત પણ થયું નહીં હોય તેમ તે વખતના લોકો બોલતા હતા.
આ વખતે દરબાર ભરવાની તૈયારી કરવામાં આવતી હતી જેમાં ઘણે ઉંચા પ્રકારને સમીયાને બાંધવામાં આવ્યો હતો અને ઉત્તમ બિછાના
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com