________________
૨૬૪
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિાન
એક તરફ જિન ધર્મની આ સ્થિતિ અને બીજી તરફ મેવાડના મહારાણું મિસિંહની પરિસ્થિતિ પણ વિચિત્ર પ્રકારે થઈ આ પ્રમાણે મેવાડની એવી દુર્દશા થઈ કે તેની હકીકત લખવા મારી શક્તિ બહારની વાત છે. આ બધી વસ્તુનું પરિવર્તન થવાનું મૂખ્ય કારણ એક જ કે અંદરો અંદરના વિગ્રહ અને કુસંપ, સર્વે પોતપોતાના સ્વાર્થ પુરતાજ મેવાડની ખોટ ભક્તિ કરતા હતા આખરે મેવાડભૂમિ નિવીર્ય બની ગઈશહેર હતાં તે ગામડાં બની ગયાં હતા. અને જ્યાં ગામડાં હતાં ત્યાં ઉજજડ વેરાન બની ગયાં. જે જગ્યાએ હજાર માણસોની વસ્તી હતી તે જગ્યા આજે સમશાનભૂમિ જેવી બની ગઈ
હાલોલકુળના ભાગ્યચકના પરિવર્તન સાથે જ મહારાજા કનકસેનના વંશને ઈતિહાસ ઈસવીસન બેની શતાબ્દીથી આરંભીને ઓગણીસમી શતાબ્દી પર્યત સારી રીતે વર્ણવામાં આવ્યું. લગભગ બે હજાર વર્ષ તે મહારાજા કનકસેનનું
પેલું વૃક્ષ સંકુચીત દશામાં રહ્યું અને પાછળથી દુર્દશાને પ્રાપ્ત થયું. ભાગ્યની ઘટના અજબ છે અનેક જાતના સંકટથી મેવાડનું લેહી ચુસાઈ ગયું, અને પ્રાણ વગરનું હાડપીંજર સમુ મેવાડ રહ્યું આ વખતે અંગ્રેજોએ સૌથી પહેલાં આ દુષ્ટ દળોનું દમન કરવા વિચાર કર્યો ઈ. સ. ૧૮૧૭ના ઓકટેમ્બર માસમાં ભારતવર્ષના શાસનકર્તા લોર્ડ હેસ્ટીગ્સના ચાતુર્યના પ્રભાવથી આ દુષ્ટ લોકોના અત્યાચારને અંત આવ્યો અને પ્રજા કંઈક શાંતિ ભેગવવા લાગી. તે પ્રતાપ સાત સમુદ્ર તરીને પાર આવેલા વણીક વેશી બ્રિટીશ લેકેની પ્રભુતા ભારત વર્ષમાં દઢ થઈ. આખરે બ્રિટીશ સેના શાસન કર્તાની કુનેહથી સર્વ જુમે દૂર થયા અને મેવાડની પ્રજામાં કંઈ ચેતન આવ્યું.
બ્રિટીશ શાસનકર્તાએ ભારતવર્ષના સર્વ રાજાઓમાં સંપ કેમ થાય તેને વિચાર કરી બધા રાજ્ય કતોને આમંત્રણ આપ્યા. આ વખતે જયપુરના મહારાજા સિવાય બીજા બધા રાજાઓએ સહાનુભૂતિ બતાવી અને દિલ્હીમાં વિરાટ સભા ભરવાનું નક્કી કરવામાં આવ્યું. માત્ર થોડા જ અઠવાડીયામાં સમસ્ત રાજપૂત જાતિનું ભાગ્યસૂત્ર બ્રિટનના હાથમાં આવ્યું અને સંધિપત્ર લખવામાં આવ્યો તેમાં એવો કરાર લખવામાં આવ્યો કે “રાજપૂતે રાજકિય સ્વાધિનતાનું સુખ ભગવશે અને અંગ્રેજ સરકાર શત્રુઓના આક્રમણમાંથી અને અત્યાચારમાંથી તેમનું રક્ષણ કરશે. તે બદલામાં પોતાના રાજ્યની ઉપજને થોડો ભાગ આપે પડશે.” આ પ્રમાણે બંને પક્ષોની રાજીખુશીથી સંધિઓ નક્કી કરી અને તેને સ્વિકાર કર્યો ઈ. સ. ૧૮૧૮ ના જાન્યુઆરી માસની તા. ૧૬ મીએ રાણાજીએ ઉક્ત સંધિપત્ર ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. અને તે પછી ફેબ્રુઆરી માસમાં જ ઉકત સિંધીયાના અનુચરો એ અન્યાયથી મહારાણાની ભૂમિ પર પોતાને અધિકાર સાબીત કર્યો હતો. આ સર્વ ભૂમિને ઉદ્ધાર કરવા માટે અંગ્રેજ સેનાપતિ મેજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com