________________
પ્રકરણ ૧૩ મું
મહારાણુ શ્રી સંગ્રામસિંહ સંવત ૧૭૨૭ ના પિષ શુકલ એકમ ઈ. સ. ૧૭૧૦ તા. ૨૨ ડીસેમ્બર ના દિવસે સંગ્રામસિંહ મેવાડના પર બિરાજમાન થયા હતા. આ પવિત્ર નામ સાંભળતાં બાબરના પ્રચંડ વેરી મહારાણું સંગ્રામસિંહનું સમરણ થાય છે. અને તેથી આનંદ અને હર્ષ ઉત્પન્ન થયા વગર રહેતું નથી. આ પવિત્ર નામ સાંભળી હદય પ્રશ્ન કરે છે કે “ શું આ એ સંગ્રામસિંહ નહીં હોય ? જેને તૈમૂર વંશના બાબરના અસીમ પરાક્રમની ગતિ રોકી દીધી હતી તેજ સંગ્રામસિંહ શું આ છે ? ” સંધ્યા સમયે આરતિ કરતી વખતે લલનાઓ આ પવિત્ર નામ યાદ કરે છે, સ્ત્રીઓ ઘંટીએ દળતી દળતી પ્રભાતે આ નામ યાદ કરે છે. પ્રાત:કાળે રાજપૂતગણું જેના પવિત્ર નામનો જાપ કરે છે. ચિત્તોડના વિજય સ્તંભ પર અને અરવલ્લીના ગગન સ્પશી પર્વતપર જેનું નામ કોતરવામાં આવ્યું છે. તે સંગ્રામસિંહ આ છે આ સ્વરને ઉત્તર કોઈ દેવતા ગુપ્ત પણે નિચે મુજબ આપે છે.
આ પૂર્ણ મનુષ્ય, તેજ, વિર્ય ગારવાદિ સર્વે અનિત્ય છે. તેથી અનિત્યતા સિદ્ધ કરવાને માટે જ બીજા સંગ્રામસિંહ આસન પર બિરાજમાન થયા છે. જે મહમદ શાહની સાથે તૈમરવંશનું પ્રકાશમાન ગૌરવ નાશ પામ્યું અને જે અંતમાં મેગલ બાદશાહ થયે તેના સમયમાં મહારાણી સંગ્રામસિંહ સિંહાસનારૂઢ થયા. એ પાદશાહને સમય ઈ. સ. ૧૭૧૬ ૩૪ માં મોગલ શહેનશાહની અવનિતિને પ્રારંભ થશે. બાબરનું સિંહાસન તૂટીને છિન્ન ભિન્ન થવા લાગ્યું. તેના કકડાઓ ઉપર પાણીના પરપોટાની માફક નાના સ્વતંત્ર રાજ્ય સ્થાપીત થયા.
મગ, પઠાણે, શીયા, અની, મહારાષ્ટ્રીઓ અને રાજપૂતોએ સ્વતંત્રતાની ધ્વજા ફરકાવી અલ્પ સમયને માટે રાજ્ય વૈભવ ભોગવવા લાગ્યા પરંતુ થોડા સમય બાદ વિધીના લેખ અનુસાર હમાદ્રી' થી લઈને “સિંહલદ્વીપ પર્યત જળ, સ્થળ, પર્વત, વન, વિગેરે સર્વ કંપાયમાન થયા. મહારાષ્ટ્ર અને રાજપૂતના સિંહાસન જીતી લીધાં. અને તેમને એક વિશાળ સામ્રાજયની સ્થાપના કરી સુસલમાને મહારાષ્ટ્રી, શીયા અને રાજપૂતે આજે તેજ વિરાટ સામ્રાજ્યના સિંહાસનની આગળ શીશ ઝુકાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com