________________
મહામંત્રી અમરદ
૨૪
જાણતા હતા કે મંત્રીપદ લેવાને માટે ઘણા જણની ઈચ્છા છે. તેથી જ તે માણસ મારા પ્રત્યે ઈર્ષાભાવ રાખે છે. રાજકુમારની રક્ષાને ભાર લઈશ તો અનેક માણસો વાંધો ઉઠાવશે માટે પ્રથમથી જ બુદ્ધિપૂર્વક એવું કાર્ય કરવું કે જેથી કેઈને પણ શંકાનું કારણ રહે નહી. આવા વિચારથી તેમને પિતાની સંપત્તિનું સૂચીપત્ર બનાવ્યું. અને તમામ સંપત્તિ રાજમાતા પાસે મોકલી આપી હીરા, મોતી, ઝવેરાત, સેનું, ચાંદી તથા મૂલ્યવાન વસ્ત્રો પણ જુદા જુદા પાત્રમાં રાજમાતાને મેકલી આપ્યા.
અમરચંદની આવી ઉદારતા જોઈ સર્વના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું. અને રાજમાતાને અમરચંદ ઉપર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયે. રાજમાતાએ મોકલાવેલી તમામ સંપત્તિ પાછી લઈ જવા માટે અમરચંદને વારંવાર કહ્યું પણ એકવચની અને દઢ પ્રતિજ્ઞાવાળા અમરચંદે તે સંપત્તિ પાછી લીધી નહીં તેમને રાજમાતાના અત્યંત આગ્રહથી વપરાશમાં આવેલા વસ્ત્રો પાછા મંગાવી લીધાં. ધન્ય છે રાજભક્ત અમરચંદને ? અને ધન્ય છે તેની પવિત્ર ભાવનાને?
જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ રાજમાતાની બુદ્ધિ બગડતી ગઈ અને પોતાની મહત્વતા વધારવા માટે અનેક ષડયંત્ર રચવા માંડયા, રાણી બુદ્ધિ શાળી હતી પણ શોકની વાત એ છે કે એક ખરાબ સ્ત્રીએ તેના ઉપર પોતાને સંપૂર્ણ પ્રભાવ પાડ હતું. અને તે જે કંઈ કહેતી તે રાજમાતાને કરવું પડતું હતું, રાજમાતા તેની સલાહ સિવાય એક પણ ડગ ભરતી ન હતી. આ દુષ્ટ સ્ત્રી એક યુવાન રાજકર્મચારીના કહેવા પ્રમાણે કાર્ય કરતી. આથી ઉક્ત યુવરાજ પરોક્ષ રીતે રાણીના સર્વ કાર્યને સુત્રધાર હતો. તે પોતાના ઘરમાં બેસીને જે ચક ચલાવતો હતો. તે અનુસાર હમીરની માતાના દરેક કાર્ય થતાં હતાં. તે રાજકર્મચારી થોડો વખત પણ જીવવા પામ્યો નહિ તેના મરણ બાદ રાજમાતા પોતાની જ મરજી પ્રમાણે કાર્ય કરતી હતી અને તે અમરચંદને કટ્ટો વિરોધી હતે, આથી રાજમાતા ઉક્ત રાજકર્મચારીની ઈચ્છા પ્રમાણે અમરચંદની વિરૂદ્ધ કાર્ય કરવા લાગી, રાજમાતાએ લેશ પણ વિચાર કર્યો ન હતો કે અમરચંદ મારા પત્રની રક્ષા માટે દરેક જોખમ ખેડે છે. વાસ્તવીક રીતે રાજમાતાની કબુદ્ધિ એટલી બધી વધી કે ચંદાવને પક્ષ ગ્રહણ કરીને અમરચંદના દરેક કાર્યોને પ્રતિવાદ કરતી હતી. પણ કર્તવ્યપરાયણ અમર પિતાના કાર્યમાંથી જરા પણ 'ચલીત થયે નહિં. તેઓ સિંધીયાની સહાયથી પોતે પોતાના પગ પર અચળ અને અડગ રહ્યા. તેમણે મહારાષ્ટ્રીઓને નગરમાં આવવા દીધા નહીં. અને મેવાડના રાજ્યની ઉત્તમ રીતે રક્ષા કરી પરંતુ તેમનું શરીર રક્ત-માંસથી બનેલું હતું.
૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com