________________
૨૪૦
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન
હમીરસિંહની નાની ઉંમર હોવાથી રાજ્યને તમામ વહીવટ પોતાની રાજમાતા સંભાળતાં હતાં અને રાજમાતાના કારભારથી મેવાડમાં ઘણી જ અંધાધુંધી ચાલી અનેક જાતના ઉપદ્રવ થવા લાગ્યા. અંદર અંદર કલેશ જાગવા લાગ્યા. એકતો મેવાડની દશા તદન કંગાલીયત હતી. વળી મરાઠાઓને ત્રાસ હતો. તેમાં વળી બાળકનું રાજ્ય અને સ્ત્રીનું શાસન હતું.
આ બધી પરિસ્થિતિમાં રાંણીની મહત્વકાંક્ષા ઘણું જ વિશાળ હતી. આથી મેવાડને નાશ ઘણું જ થોડા વખતમાં દેખાતા હતા. આવા કારણથી મેવાડમાં અનેક રંગબેરંગ થવા લાગ્યા આ વખતે ચંદાવત્ અને શકાવત્ સરદારે વચ્ચે સદાયને વિરાધ હતો. આવા કઠણ સમયે પોત પોતાની પ્રધાનતા સ્થાપિત કરવાને અંદરો અંદરનું રૂધીર વહેવડાવવા તૈયાર થયા હતા. કાવત્ સરદારે રાજમાતાને પક્ષ લીધે અને અપમાનીત સાલુબ્રા સરદાર અરિસિંહે કરેલા અપમાનને બદલે લેવા માટે સ્વર્ગસ્થ મહારાણુની વિધવા રાણીના વિરૂદ્ધ પ્રચાર કરવા નીકળ્યો.
આ ભયંકર પરિસ્થિતીના કલેશને મહા અગ્નિ પેદા થયે તેથી સમગ્ર મેવાડ સ્મશાનવત્ થઈ ગઈ આ વખતે સમસ્ત રાજ્ય અનાથ બની ગયું અને ચાર લુંટારા લેકે જેમ ફાવે તેમ મેવાડને લુંટવા લાગ્યા. મેવાડના ગરીબ ખેડુતે ઉપર મહા ભયંકર અત્યાચાર થવા લાગ્યો. તેથી મેવાડ ઘણી જ ખરાબ દશામાં આવી પડ્યું જેથી મેવાડની નંદનવનભૂમિ એક ધગધગતા અંગારની ચીતા સમાન થઈ ગઈ.
પ્રભાવશાળી અમરચંદે પિતાની ચાણકય બુદ્ધિથી સિંધી લોકોને વશ કરી જે મેવાડની ઉત્તમ સેવા બજાવી હતી અને મેવાનું રક્ષણ કર્યું હતું તેમ જ સિંધિયોને રાજભક્તિનો પરિચય કરાવ્યું હતું. અને આજે અરિસિંહનું મૃત્યુ થતાંજ સિધીયોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બળપૂર્વક રાજધાની પર અધિકાર સ્થાપિત કરી દીધું હતું. અને રાજધાનીની રક્ષાને ભાર સાલુમબ્રા સરદાર ઉપર હતું. તેથી પિતાને ચઢેલા પગાર માટે સાલુબ્રા સરદારને ઘણું જ કષ્ટ આપવા લાગ્યા. અને પિતાને ચઢેલે પગાર આપવાને આ સરદાર અસમર્થ છે એમ સમજી તેઓ તેમને તખ્તલેહ પર બેસાડવાની તજવીજ કરી રહ્યા હતા એવામાં અમરચંદ બુન્દીથી આવી પહોંચે.
પાપીષ્ટ સિંધીઓએ અમરચંદને જોતાં જ સાલુબ્રા સરદારને છેડી મૂક્યા. અમરચંદે શત્રુઓના આક્રમણથી રાજકુમારની રક્ષા કરવાની દૃઢ પ્રતિજ્ઞા કરી. સંસારને વહેવાર અમરચંદ સારી પેઠે જાણતા હતા વળી તેઓ તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com