________________
_'-
* * *
*
* * *
*
મહામંત્રી અમરચંદ પતેજ બુદ્ધિમાન છે ? આપને આથી વધારે શું સમજાવું, અમરચંદને આપને હિતચિતક સમજશે, શત્રુ સમજશે નહિ. આ અમર વિશ્વાસઘાતી નથી કે મહારાણુ અમરસિહના કુમાર પર કેઈ પણ જાતને અત્યાચાર કરશે? હું આપને એક નિવેદન કરવા ચાહું છું, મેં હમણું એક મહાન કાર્ય કરવાનો નિશ્ચય કર્યો છે. આ કાય ઉપર આપનું અને રાજકુમારનું તેમજ મેવાડનું હિત સમા એલું છે. માટે આ કાર્યમાં વિદન લાવવા કરતાં મને સહાય આપે? મારી આ વાત આપ સ્વીકારે યા ન સ્વીકારે તો પણ મારે નિશ્ચય છે કે ધારેલું કાર્ય અવશ્ય પાર પાડીશ જ.” .
અમરચંદના હિત વચને ક્રૂર રાજમાતાના હૃદયમાં સ્થાન પામ્યા નહિં અમરચંદ જ્યાં સુધી જીવીત રહ્યાં ત્યાં સુધી રાજમાતાની આંખમાં ખટકતા જ રહ્યા. જ્યારે આ ન્યાયપરાયણ ધર્મ શિરોમણિ આ લોકથી વિદાય લઈ પરમ ધામમાં પહોંચ્યા અને તેમનું પવિત્ર શરીર માત્ર ભસમ બની ગયું ત્યારે જ તેઓના આત્માને શાન્તિ મળી. ઘણુ લેકેનું એવું અનુમાન છે કે પા પીણી રાજમાતાએ ઝેર આપી અમરચંદને અંત આર્યો હતો. રાજમાતાની આવી નિચત ભરેલી નિષ્ફરતા પરથી આ અનુમાન સત્ય હોય એમ લાગે છે. અફસોસ? મનુષ્ય કેવું નિષ્ફર પ્રાણી છે, સ્વાર્થ માટે કેવાં ભયંકર કૃત્ય કરાવે છે?
ધર્માત્મા અમરચંદે પિતાની માતૃભૂમિનું હીત સાધવાને માટે પિતાના સ્વધર્મને ત્યાગ કર્યો, જેના માટે અનેક કલેશ અને ઉપદ્રવ થાય છે, એવા એવા વીપુલ પિતાના તમામ ધનને પણ ત્યાગ કર્યો. પરંતુ નિમકહલાલી ભરેલી ઉદારતાનો ત્રાસ સહન કરવું પડે તે છતાં પણ કર્તવ્યપરાયણ અમરચંદ કદી પણ પિતાના કર્તવ્યથી સૂકયા નથી. જેને માટે તેને અનેક સંકટ સહન કર્યા હતા. જેને માટે તેમણે આટલે બધે આત્મગ આપ્યો હતે. જેને માટે પોતે સર્વને દ્વેષી બન્યું હતું, તેજ પિશાચણી રાજમાતાએ નિચ્ચ માર્ગનું અનુકરણ કરી પુણ્યાત્મા અમરચંદને ઝેર આપી તેને પ્રાણ લીધો હતો.
આવા મહાપુરૂષે સ્વદેશ માટે જીવન ધારણ કરી સવદેશીઓના જ વિશ્વાસઘાતથી આ લેકમાં પ્રયાણ કર્યું. અમરચંદ કેંઈ પણ દેશનું ભૂષણ થઈ શકે એવા હતા પણ મેવાડના દુર્ભાગ્યથી દુષ્ટ રાણીએ મંત્રી અમરચંદને પોતાનો શત્રુ માની ગુણની કદર કરી નહિં. બીજા બે ચાર મંત્રીઓ આ પ્રકારના ગુણથી મહાત થઈ ગયા હતા. પરંતુ તેમાં કેઈની દશા આવી શોચનીય થઈ નહોતી. યદ્યપી અમરચંદ એક મહાન રાજ્યના મંત્રી હતા, તે પણ તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com