________________
મહારાણા છે સંગ્રામસિંહ
- ૨૫ તેઓ તેનું કારણ શોધવા લાગ્યા. ફત દરીયાવની ભૂમી પાછી આપવી તે સિવાય બીજું એક પણ કારણ તેમની નજરે આવ્યું નહીં. તેથી રાજમાતાએ મંત્રીની સાથે કાવ્યું કે તમે મહારાણાશ્રીને સમજાવે. પણ મંત્રીજીમાં રાણાને સમજાવવાની શક્તિ હતી જ નહીં ખરે ? મહારાણા સમજી શકે તેમ જ ન હતું.
રાજમાતાએ પુત્રને સમજાવવા માટે ઘણું પ્રયાસો કર્યા. પણ એક પ્રયાસ સફળ થયે. નહીં તથા માતાજીના શોકની સીમા વધતી ગઈ. તેમના સ્વભાવમાં ક્રોધ દાખલ થયે અને વગર વાંકે પિતાનાં દાસ દાસીઓને ધમકાવવા માંડયાં. અને શિક્ષા આપવા લાગ્યાં. આથી તેમના સ્વભાવની પરિસિધતિ બદલાતી ગઈ. પોતે આહારનો ત્યાગ કર્યો તે પણ મહારાણુ સંગ્રામસિંહની પ્રતિજ્ઞામાં જરા પણ કચાસ કે ઉણપ આવી નહીં, હતી તેવી તેવી જ રહીં.
રાજમાતાએ ગંગા સ્નાન કરવા જવાનો વિચાર કર્યો અને તીર્થયાત્રામાં જવાની સઘળી તૈયારીઓ કરવામાં આવી તેમના અંગ રક્ષક સજજ થઈ તેમના જ આગમનની રાહ જોતા ઉભા રહ્યા- રાજમાતાએ વિદાય લેતી વખત પિતાના પુત્રનું મૂખ કમળ જેવાની અભિલાષાથી નીકળતાં વિલંબ કર્યો, તે છતાં પુત્ર ન આવ્યું. જેથી દુખીત થઈ પોતે વજકિશાર શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવા મથુરા જવાને નિશ્ચય કર્યો, અને તેમની પાલખી જયપુર તરફ ચાલવા લાગી. જયપુરમાં મહારાણાશ્રીના જમાઈ રહેતા હતા. તેથી જમાઈનું અને પોતાની દીકરીનું મુખ કમળ જેવા માટે નગરમાં પ્રવેશ કર્યો. મહારાજા જયસિંહ પિતાનાં સાસુને સન્માન સહિત પિતાના મહાલયમાં લઈ ગયા. અને સાસુનું સન્માન કરવાને સારૂ પાલખી થોડીવાર પિતાની સ્કંધ પર લીધી જ્યારે જયસિંહે પિતાની સાસુના મેઢે મહારાણુ સંગ્રામસિંહની અપ્રિતિની વાત સાંભળી ત્યારે જયસિંહ આશ્વાસન આપ્યું કે હું તમારી તથા તમારા પુત્રની સલાહ અને શાંતિ કરી આપીશ અને ઉદયપુર આવીને રાણાશ્રીને મલીશ.
તીર્થ યાત્રા પુરી કરી જ્યારે ઉદયપુર તરફ પાછા ફર્યા ત્યારે મહારાજા જયસિંહ પણ સાથે આવ્યા હતા. રાજપૂતમાં અતિથિ સત્કારનો નિયમ ઘણેજ સખ્ત છે. અતિથિ સત્કારમાં જરા પણ ખામી કે ત્રુટી આવે તે રાજપૂત તેને ઘોર અપમાન સમજે છે. જયસિંહ ઉદયપુરમાં શા કારણથી આવ્યા તે તે રાણાશ્રી બરાબર સમજી ગયા તેઓ સારી રીતે જાણતા હતા કે બનેવીના વચનનો ઈન્કાર થઈ શકશે નહીં તેથી રાણાશ્રી પ્રથમથી જ તૈયાર થઈ રહ્યા હતા અને માતુશ્રીને અને પોતાના બનેવી મહારાજા જયસિંહને ઘણુંજ સન્માન પૂર્વક માન સહિત લાવવા ઘટતી યોજના કરી. અને રાણાજીએ પ્રથમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com