________________
મહામંત્રી અમરચંદ
૨૩૫
આ વખતે કૃત્રીમ રાણા રત્નસિંહ રાણા ઉરસિંહને ઘણે મુલક અને જમીન પોતાના હસ્તગત કરી ઉદયપુરની ભૂમિ સુધી પોતાને વિસ્તાર કરી દીધા. પરંતુ સિંધીયાને જેટલા રૂપીઆ આપવાના હતા તેટલા રૂપીઆ ન આપી શકવાથી પિતે મહાન ઉપાધિમાં આવી પડયો, ચતર મહારાષ્ટ્રીઓ સમયને બરાબર પીછાણતા હતા. તેથી સમય વ્યથા ન બગાડતાં અમરચંદની સાથે સંધિ . કરવાની અભિલાષા બતાવી અને કહાવ્યું કે તમે સીતેર લાખ રૂપીઆ આપો તે અમો રત્ન સિંહનો ત્યાગ કરી ચાલ્યા જઈશું જેથી અમરચંદે તે વાતને વીકાર કર્યો અને સંધિપત્ર તૈયાર થયું.
જ્યારે એક બીજાની સહીઓ લેવાનો ટાઈમ આવ્યે તારે મહારાષ્ટ્રીઓને બાતમી મળી કે જે હમણાં આક્રમણ કરવામાં આવે તે વધારે લાભ થશે, જેથી તે એવચની મરાઠાઓએ સંધિને ભંગ ક્યાં અને બીજા વીસ લાખ રૂપિઆ વધારે માંગ્યા.
સિંધીયાની આ લુચ્ચાઈ જાણતાં અમરચંદને અતિ ક્રોધ ચઢયો અને ગુસ્સાના આવેશમાં સંધિપત્રના ટુકડા કરી પોતાના પગ નિચે કચરી તે ટુકડા મહારાષ્ટ્રીઓને પાછા મેકલવામાં આવ્યા. વિપત્તોની વૃદ્ધિ સાથે જ અમરચંદ સાહસ અને તેજસ્વીતા વૃદ્ધિગત થવા લાગી. પહેલા જે પુરૂષે નિરાશ થઈ ગયા હતા. તેને પણ અમરચદે ઉત્સાહી બનાવ્યા અને મેવાડના માટે પ્રાણ આપવા પ્રતિજ્ઞા લીધી-લેવડાવી. અમરચંદની બેલવાની છટા કાંઈ જુદી જ હતી એક સારા વક્તાને પણ ડેલાવી નાંખતી હતી. જેના વચનમાં એટલો જાદુ હતું કે તેના સામુ કઈ બેલવાની હિંમત કરી શકતું નહિં. અમરચંદે એક કલાક સુધી પિતાની વાયચાતુર્યથી આખા લશ્કરને પોતાના કરી લીધા હતા, જેમ મરે માણસ સજીવન થાય ત્યારે જેટલે ઉત્સાહ આવે તેના કરતાં પણ વધારે ઉત્સાહ અમરચંદની ભાષાથી આવ્યા હતા.
આ વખતે ઉત્સાહી સનીકે અને સરકારને પિત પિતાના મતવા પ્રમાણે ઘણા અલંકારે આપ્યા અને મૂલ્યવાન વસ્તુઓ બેટ આપી આખા લશ્કરને પોતાનું કરી લીધું. અને રાજનિતી વિશારદ અમરચંદે આજુબાજુના તમામ વહેપારીઓ પાસેથી બધું અનાજ ખરીદ કરી લીધું અને પછી ચારે તરફ હરા પીટાવ્યો કે “જે કઈ વીર-પ્રાર્થના કરશે તેને છ મહિના સુધી ચાલે એટલું અનાજ આપવામાં આવશે.” આ સમયે એક રૂપીયાનું અડધે શેર અનાજ મળતું હતું. અમરચંદે આવી યુકિત રચી ત્યારે દુશ્મને પણ અજાયબ થયા કે આટલું બધુ અનાજ અમરચંદ લાવ્યું ક્યાંથી ? સંધિ સેનાનું અસંતેષનું કારણું જતું રહ્યું. અને સર્વ સનિકોએ અમરચંદની તેજસ્વીતાથી ઉત્સાહીત થયા અને ભર દરબારમાં રાણાજીને પોતાને વિશ્વાસ દર્શાવવા ગયા ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com