________________
મહામંત્રી અમરચંદ
૨૩૭ પેશ્વાની આધિનતા રૂપી શંખલા તેડી નાંખી છિન્ન ભિન્ન કરી નાંખી હતી અને સ્વતંત્ર થવાને વિચાર કરતા હતા. આ વખતે સિંધીયાએ તમામ પ્રગણાઓ પૈકી એક સિવાય તમામ પર પિતાને અધિકાર રાખ્યો, અને “બોરવણું” હેકરને આપી દીધું, એક વર્ષ વિત્યા બાદ મહારાણા પાસે “નીબોરે' નામનું પ્રગણું પણ માંગ્યું, અને બીક બતાવી કે “જો નહિ આપે તે સિંધીયાએ જેવું વર્તન રાખ્યું હતું તેવુંજ હું રાખીશ” મહારાણાના દુર્ભાગ્યનું વૃત્તાંત આમ કયાં સુધી લંબાવવું અને કર્મની કઠણાઈની વાતો આપણે કયાં સુધી કરવી. અરે ? તેમણે વિરવર બાપારાવલના ઉત્તમ વંશમાં જન્મ લીધો હોવા છતાં તેમને નરપિશાચ મહારાષ્ટ્રીએના ભયંકર ત્રાસથી કંપાયમાન થવું પડતું હતું. શું વિધીના લેખ? દેશભક્ત પ્રતાપસિંહના વંશને ન્યાય વિરૂદ્ધ હેકરની આજ્ઞા પાળવી પડતી હતી કર્મ તારી ગતિ ન્યારીજ છે.
સં. ૧૮૨૨ માં સિંધીયાના પંજામાંથી મહારાણાએ મોટી રકમ આપી છુટકારો મેળવ્યો હતો. આ વખતે મેવાડની ફળદ્રુપ જમીન મહારાણાશ્રીના હાથમાંથી નીકળી ગઈ હતી, પણ જે પ્રગણુઓ હતા તે વચ્યા ન હતા તેમ પિતાને અધિકાર પણ છોડ્યો ન હતો, ફક્ત પ્રગણા ગીરે મૂકયા હતા.
તા. ૧૦ જાન્યુઆરી ૧૮૧૭ ના દિવસે રાણા ભીમસિંહની સાથે બ્રિટીશ સરકારે સંધિ કરી હતી પણ દિલગીરો સાથે જણાવવાનું કે તે બાબત માટે બ્રિટીશ સરકારે કઈ પણ જાતને ફેંસલો આપે નહ..
અમરચંદનું પ્રચંડ બળ રોકી નહિ શકવાથી ચતુર મહારાષ્ટ્રીઓ ઉદયપુર ત્યાગ કરી રવાના થયા તેજ દિવસથી રાણા રત્નસિંહની આશા નિર્મળ થઈ ગઈ, રત્નસિંહે ઘણા મુલકે અને કિલાએ પોતાના અધિકારમાં લીધા હતા આથી પોતે ઉદયપુરના મૂળમાં જામી ગયે હતા. પણ જ્યાં ભાગ્ય અનુકુળ ન હેય ત્યાં કઈ શું કરે? તેને પિતાનાજ તગડીરે યાર આપી નહીં આ પ્રમાણે જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તેના અધિકારમાંથી ઘણાખરા ગામ, કસ્બા અને કિલ્લાઓ જતા રહ્યા. રાજનગર, રાયપુર અને અંતલા ત્રણે ઉપર રાણાજીને અધિકાર રહો. આ વખતે અનેક સરદાસ રત્નસિંહને પક્ષ ત્યાગ કરી રાણાજીની છત્ર છાયા નીચે આવ્યા ત્યારે રાણાજીએ તેમનું સ્વાગત કરી તમામની જાગીરો પાછી મેંપી દીધી આથી રત્નસિંહ તદ્દન નિરાશ થયા અને પોતાને લાભ થવાની કોઈ પણ આશા રહી નહીં આ પ્રમાણે રત્નસિંહની સ્થિતી થઈ.
જ્યારે રત્નસિંહ કમલનેરમાં બિરાજમાન થયા ત્યારે રાણુ ઉરસિંહે જોધપુરના રાજા વિજયસિંહને “ગઢવાડ ને શાસન ભાર સોંપી છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com