________________
પ્રકરણ ૨૦ મું
મહામંત્રી અમરચંદ (વૈશ્ય) અમરચંદને જન્મ વૈશ્ય કુળમાં થયો હતો. તે મેવાડના મહામંત્રી હતે અમરચંદ જે ચતુર અને ચાણકય બુદ્ધિવાળા મંત્રી અત્યાર સુધી મેવાડમાં ઉત્પન્ન થયે નથી. મહારાણા ઉરસિહના વખતમાં જ્યારે મેવાડમાં મહા ભયંકર ઉપદ્રવ ઉત્પન્ન થયો તે ઉપદ્રવ રવાનું સામર્થ અમરચંદ સિવાય કેઈનામાં નહતું કારણ કે તે વીર નિડર અને બહાદુર હતો. રાણા ઉરસિંહના વખતમાં કાંઈ કારણસર અમરચંદ મંત્રીપદ લઈ લેવામાં આવ્યું હતું. જે દિવસથી અમરચંદના મંત્રીપદને અંત આવ્યો તેજ દિવસથી મેવાડમાં અનેક ઉપદ્રવ થવા લાગ્યા. અને મેવાડના સિંહાસન ઉપર અનેક આક્રમણે આવ્યાં તેનું કારણ એ કે ચારે તરફ આગના ભડકા દેખાવા લાગ્યા. રાણુ ઉરસિંહને સ્વભાવ કઠોર અને તિહણ કાતીલ છૂરી જેવો હતો. સરદારે અંદર અંદર કવેશ કરવા લાગ્યા અને મહારાષ્ટ્રીએ ચારે તરફથી મેવાડને ઘેરી વળેલા હતા. આવી વિંટબનાઓમાંથી મેવાડ પસાર થઈ રહ્યું હતું તે વખતે અમરચંદને ફરીને મંત્રીપદ મળવાની આશા હતી જ નહીં તેનું કારણ અમરચંદને સ્વભાવ રાણા જેવો ઉગ્ર અને હઠીલો હતો. તે જે કામ હાથમાં લેતા તેમાં કેઈની પણ સલાહ લેવા માગતો નહેતે ને તે પિતાની મરજી જ પ્રમાણે પિતે પોતાના હાથે બધું કામ કરતે કારણ કે તે પોતાની જાતને ગુલામી તરીકે વેચ નહિતે. આ વખતે અમર ચંદને મંત્રીપદથી મુક્ત થએ દશ વર્ષ થયાં હતાં એ દશ વર્ષમાં તે મેવાડમાં અનેક જાતના ફેરફાર થઈ ગયા હતા. - જ્યારે મેવાડના સરદારોએ રાણા ઉરસિંહના પક્ષને ત્યાગ કરી રત્નસિંહના પક્ષમાં જોડાયા હતા અને તેમના સ્થાનમાં પગારદાર સિંધિઓને નોકર રાખવામાં આવ્યા હતા આ સિંધી લોકોએ પૂર્વોક્ત સરદારની ભૂમિ ઉપર પિતાને અધિકાર સ્થાપીત કર્યો હતે. આથી જ મેવાડની અપતિનું મૂળ વિશેષ મજબુત થયું. આવી પરિસ્થિતિથી મેવાડનું બળ તેજ અને શૂરવીરતા નાશ પામી કહેવત છે કે –
સં૫ ગયે લક્ષમી ગઈ, ગયું દેશ અભિમાન,
કુસંપની કડવાસથી ડબું હિન્દુસ્તાન. આ પ્રમાણે રાણા ઉરસિંહની તમામ આશાઓ વ્યર્થ થઈ ગઈ અને પિતાને પક્ષ તદન નિર્બળ બની ગયા હતા. જે સમયે મેવાડ ઉપર આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com