________________
૩૦
મેવાડના અણુમલ જવાહિર યાને આત્મબલિદાન
બુનેરાના રાજા રણભૂમિમાં માર્યા ગયા. અને બીજા કેટલાક ઘાયલ થયા. જાલિમસિંહ પણ ઘાયલ થયા હતા. તેમને અશ્વ લડાઈમાં મરણ પામેલ હેવાથી તેઓ નાશી શક્યા નહીં આથી શત્રુઓએ તેમને પકડીને કેદ કર્યા છતાં તેમની સાથે ઘણુંજ સભ્યતા પૂર્વક વર્તન રાખવામાં આવ્યું હતું ત્રંબકજી નામના સરદારે તેમને પકડયા હતા. અને એ સરદારે તેમની સાથે આદર અને સન્માન પૂર્વક વર્તન રાખ્યું હતું. આવી ઘટના બની ત્યારે વિદ્રોહી રાજપૂતેએ ઉદયપુર ઉપર આક્રમણ કરી રત્નસિંહને સિંહાસન ઉપર સ્થાપિત કરવા માટે સરકારે એ સિંધિયાને આગ્રહ કર્યો પણ વિજયી મહારાણાએ અપકાળ સુધી પોતાની વિશાળ સેના લઈને ગિરિ માર્ગેથી પ્રવેશ કરીને ઉદયપુરને ઘેરે ઘા.
આ વખતે રાણા અરિસિંહ (ઉરસિંહ) તદન હતાશ થઈ ગયા હતા કારણ કે પોતાના રાજ્યનું રક્ષણ કરવાનું કેઈ પણ સાધન તેમની પાસે રહ્યું નહિં કારણ કે ગૃહકલેશનું પરિણામ એવું આવ્યું કે મેવાડની હસ્તી રહેવું મુશ્કેલ બની ગઈ આ વખતે કેટલાક સાહસીક યુવાન અને શૂરવીરે તેમના પક્ષમાં ભળ્યા હતા તેઓ ક્ષીપ્રા નદિને કાંઠે માર્યા ગયા હતા. હાલમાં મહારાણાને કેઈ જાતની સહાય કઈ પણ તરફથી ન હતી ફક્ત સાલુબ્રા સરદાર બિમસિંહ તેમના પક્ષમાં ઉભા હતા. હવે મેવાડની રક્ષા મહારાષ્ટ્રીઓના પ્રચંડ બળ આગળ કેવી રીતે કરવી તેને વિચાર થવા લાગ્યા ત્યારે નગરરક્ષાને ભાર અને દરેકની રક્ષા કરવાની ફરજ મિસિંહને સેંપવામાં આવી ઉજ્જયનીના યુદ્ધમાં સાલુમ્બાજી સરદાર માર્યા ગયા હતા તેમના આ ભિમસિંહ કાકા અને ઉત્તરાધિકારી હતા.
રાણાજીએ આ વખતે તેમને જ સેનાધિપતિપદ ઉપર કાયમ કર્યા તેઓ વરવર જ્યમલના વંશજ રાઠાડવીર બેદરપતિની સાથે સંકટના સમયમાં નગર અને રાજ્યની રક્ષા કરવાને માટે લાયંકર રણભૂમિમાં ઉતર્યા પરંતુ એકજ મહા પુરૂષની બુદ્ધિ અને ચાત્ય તથા અપૂર્વ ઉત્સાહથી જ સર્વનું રક્ષણ થયું. અને તે મહા પુરૂષનું નામ અમરચંદ હતું અને તે જૈન હતે.
આ અમરચંદે જેન તરીકે પિતાનું નામ કેવી રીતે રોશન કર્યું છે. જેને મેવાડના માટે કેવી રીતે બુદ્ધિ અને ચાતુર્ય બતાવી સમસ્ત મેવાડની તેમજ પ્રજાની સલામતી સાચવી છે. તે વાંચક વર્ગને પૂરેપુરો સમજણ ખ્યાલ અને તે વૈશ્ય કેવા બહાદુર અને નિડર તેમજ નિમકહલાલ હતા વળી અમરચંદ કોઈ પણની શેહમાં ન તણાતા પિતે પિતાની જાતને હંમેશાં સ્વતંત્ર તરીકે રાખીને પોતે જે કાર્ય બજાવ્યું છે તે કાર્ય ઘણું જ હેરત પમાડે તેવું છે. તે બધી હકીકત અમરચંદનું પ્રકરણ વાંચવાથી જ સંપૂર્ણ ખાત્રી થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com