________________
૨૧૬
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
કરોડ રૂપીઆ લીધા સિવાય હિન્દુસ્તાન છોડવું નથી માટે જેમ બને તેમ ઉતાવળથી આ રૂપીઆ વસુલ કરી લે.” આ ઢઢર સાંભળતાની સાથે જ યમદૂત જેવા ઈરાની કે હાથમાં શમશેર ગ્રહણ કરી ચારે તરફ દેડયા અને ભયંકર અત્યાચાર કરી નગરજનેને લૂંટવા લાગ્યા. તેમના અત્યાચારથી નગરમાં હાહાકાર અને ત્રાસ વર્તાઈ ગયે, નગરવાસીઓ આ ત્રાસથી બચવા માટે જેમ બને તેમ નાસવા લાગ્યા પણ વિપુલ બળ આગળ નિર્બળનું શું ચાલે ? નાસીને ક્યાં જાય? તેમની રક્ષા કરનાર કોણ હતું? કઈ નહિ. ઈરાનીઓના બળ આગળ સર્વના બળ નિતે જ થઈ ગયા હતા, ઈરાનીઓએ એટલે સુધી અત્યાચાર કર્યો કે નાસી ગએલાઓને પકડી તેમની પાસે વાટખચી પણ ન રાખતાં તમામ વસ્ત્રહીણ અને ધનહણ કરી લૂંટી લેવામાં જરાપણ કચાશ રાખી ન હતી.
અફસોસ? આ વખતે દિલ્હીને પ્રલયકાળ આવી પહોંચ્યો હતે ભયંકર અત્યાચાર કરી નગરવાસીઓના પ્રાણ લેવામાં આવતા હતા. દયા એ શબ્દને સ્થાન ન હતું. વળી તેઓના માન-મર્યાદા છડેચક લૂંટતા હતા, તેમની દ્રષ્ટી સમીપ તેમનું સર્વસ્વ લુંટાતું હતું. ઉંચ સ્વભાવના માણસે પોતાના અપમાન કરતાં મોત વધારે પસંદ કરે છે. આવા સ્વભાવના માણસને જ્યારે પિતાના બચવાનો કંઈ પણ રસ્તો ન રહે ત્યારે પિતાની સ્ત્રીઓને વધુ પિતાના હાથે કરી નાંખતા હતાં. અને પોતાના સ્વમાનને ખાતર પિતાના પ્રાણનું બલીદાન આપતા હતા. તેમને આત્મઘાત સિવાય પાપીઓના હાથમાંથી બચવાનો કોઈ પણ રસ્તો ન હતો. આ ભયકંર કાળમાં કેમાં એવી અફવા ઉડી કે નાદિરશાહ માર્યો ગયો છે. થોડા જ સમયમાં આ વાત ચારે તરફ ફેલાણી ત્યાર અનેક નગરવાસીએ પિતાના હાથમાં ખડગ ધારણ કરી રણયુદ્ધમાં નીકળી પડયા અને દુષ્ટ ઈરાનીઓ પર તુટી પડયા કેઈ ને પણ પિતાના પ્રાણની પરવા ન હતી. જે પ્રમાણે બકરાં ઘેટાં કાપે તે પ્રમાણે નગરવાસીઓએ ઈરાનીઓની કતલ ચલાવવા માંડી. ઈરાનીઓ અને નગરવાસીઓ વચ્ચે દારૂણુ યુદ્ધ થવા લાગ્યું. લોહીની નદીઓ ચાલવા લાગી મહોલ્લા પોળે અને રસ્તામાં લોહીના કીચડ થવા લાગ્યા જાણે કોઈ યમરાજ આજે પોતાના ચારે હાથ ભેગા કરી ભોગ લેવા બેઠા હોય તે ભયંકર દેખાવ આ વખતે હતે. લોહીથી દિલ્હીની ગલીઓ પુરાઈ ગઈ હતી.
- જ્યારે આ સમાચાર નાદિરશાહના સાંભળવામાં આવ્યા ત્યારે તરતજ 'નરપિશાચ એક મજીદને ઉંચા મિનારા પર ચઢ અને પિતાની નિરૂત્સાહી સેનાને ઉત્સાહી બનાવવા માંડયો. અને તેણે ભયંકર હુકમ આપ્યો કે “નગરજનોના નાના, મોટા, બાળ, વૃદ્ધ જે હોય તેને સંહાર કરે. કોઈ પણ જાતની દયા ન રાખે.” આ નરપિશાચના હુકમથી સિનીક ઘેર ઘેર જઈને માણસને વધ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com